સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના લેટેસ્ટ એપિસોડમાં બતાવવામાં આવશે કે સવીનો જન્મદિવસ પિકનિક પર ઉજવવામાં આવે છે. પિકનિક પૂરી કરીને બધા લોકો બસમાં પાછા આવવા નીકળે છેં…પાખી અને વિરાટ બસમાં વાતો કરતા રહે છે. ત્યારે અચાનક બસનું ટાયર પંચર થઈ જાય છે અને બસનું બેલેન્સ ખોવાઈ જાય છે. ત્યારબાદ બસ ભેખડ પર લટકી જાય છે.
ત્યારબાદ પાખી પડી જાય છે અને બેહોશ થઈ જાય છે અને સઈ આઘાતમાં બેહોશ થઇ જાય છે. વિરાટ બધાને બહાર લઈ જાય છે.અગાઉના અકસ્માતને યાદ કરીને સઈ ડરી જાય છે. વિરાટ તેને બસમાંથી બહાર કાઢે છે અને તેને ખાતરી આપે છે કે બાળકો સુરક્ષિત છે અને તેમને કંઈ થયું નથી.
View this post on Instagram
વિરાટ સઈને બચાવવામાં એટલો ખોવાઈ જાય છે કે તેને પાખીની પરવા નથી. તે બસમાં બેભાન થઈને નીચે પડી જાય છે. બીજી બાજુ, જ્યારે પાખી હોશમાં આવે છે, ત્યારે તે જુએ છે કે બધા બસમાંથી બહાર નીકળી ગયા છે.
વિરાટ અને સઈને એકસાથે જોઈને પાખી ખૂબ જ દુઃખી થઈ જાય છે. આ દરમિયાન, સઈ આઘાતથી બેહોશ થઈ જાય છે અને વિરાટ તેને બચાવવા માઉથ ટુ માઉથ શ્વાસ આપીને બચાવે છેં. પાખી તેને આવું કરતા જોઈ ભાંગી પડે છે અને બસમાં જ રહે છે.
ત્યારે અચાનક બસ સાથે જોડાયેલ દોરડું તૂટી જાય છે અને બસ નીચે પડી જાય છે. વિરાટ તેને બચાવવા દોડે છે, પરંતુ પાખી તેને પોતાનું ભાગ્ય માનીને બસમાં બેસી જાય છે. વિરાટ, સઇ,અશ્વિની અને નિનાદ બસને નીચે પડતા જોઈને ચોંકી જાય છે.
Leave a Reply