દુકાનમાં ખુલ્લેઆમ પાણીપુરીના શોખીન છો તો તમારા માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. તમારી પાણીપુરી તમને બીમાર કરી રહી છે. તે એટલી ભયંકર બીમારી આપી શકે છે કે તમે તેને સહન કરી શકશો નહીં.
બહાર જ્યારે પણ તમે જમવા જાઓ છો ત્યારે તે શુધ્ધ નથી હોતું ઉપરાંત તેમાં કેટલીકવાર કીડી મકોડા પણ જોવા મળ્યા છે. માર્કેટમાં નીકળ્યા હોવ તો પાણીપુરીની લારી જોઇને મન પર કંટ્રોલ રહેતો નથી. પાણીપુરી ખાતા પહેલા પાચનનું ધ્યાન જરૂર રાખજો કારણ કે આ તસવીર જોઈને તમારુ મગજ હલી જશે.
પાણીપુરી ખાતા સમયે હાઇજીનને નજરઅંદાજ ન કરવું જોઇએ. સોશ્યલ મીડિયા પર એક ફોટો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે પાણીપુરીમાં એક ઇયળ છે અને સાથે સાથે ડુંગળી પણ છે. ઇયળ જોયા બાદ એક સવાલ એવો થયો જ હશે કે તમે શું લારી પર પાણીપુરીની અંદર કંઇ જોઇ શકીએ છીએ ખરા?
પાણીપુરી ખાતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમને ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ પણ થઈ શકે છે. જો કે, ઈન્ટરનેટ યુઝર્સ આ તસવીર પર વિવિધ રીતે રિએકશન આપી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં પાણીપુરી ખાતા પહેલા તેની અંદર ચોક્કસ તપાસી લેવું જોઈએ, કે તે શુદ્ધ છે કે નહિ.
Leave a Reply