પંચદેવતા વગર પૂજા માનવામાં આવે છે અધુરી, જાણો હિંદુ ધર્મમાં એનું મહત્વ..

હિન્દુ ધર્મમાં સૌ પ્રથમ પંચદેવની પૂજા કરવાનું માંગલિક કાર્યમાં ખુબજ મહત્વનું છે તેમના વગર કોઇ પણ પૂજા અધુરી રહી જાય છે. હિન્દુ ધર્મમાં કોઈપણ નવું કાર્ય કરતા પહેલા, પ્રથમ દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરવામાં આવે છે. દરેક વ્યક્તિએ આ પંચદેવતાઓની પૂજા કરવી જોઈએ.

આ પંચદેવને મંત્રોચ્ચાર દ્વારા બોલાવવામાં આવે છે. જળ લઇને આચમન કરાવવામાં આવે છે ત્યાર બાદ પંચોપચાર પદ્ધતિથી તેમની પૂજા કરવામાં આવે છે. આ પૂજા દરમિયાન પંચદેવનું ધ્યાન અને મંત્રજાપ કરનારા પર પાંચેય દેવની કૃપા વરસે છે.

માંગલિક કાર્ય કરતા પહેલા પંચ દેવતાઓની ઉપાસના કોઈપણ અવરોધ વિના તમામ કાર્યોને પૂર્ણ કરે છે. આજે અમે તમને જણાવી દઈએ કે કયા પંચદેવોની થાય છે પૂજા અને શું છે તેમની ઉપાસનાનું મહત્વ…

હિન્દુ ધર્મમાં પ્રત્યક્ષ દેવ સૂર્ય, પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ, દેવી દુર્ગા, દેવાધિદેવ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પાંચ દેવ કહેવામાં આવ્યા છે. દરેક શુભ કાર્યમાં તેમની પૂજા કરવાનો નિયમ છે. સનાતન ધર્મમાં ગણેશની પૂજા સૌ પ્રથમ કરવામાં આવે છે અને ત્યારબાદ શિવ, મા દુર્ગા અને વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

પંચ દેવતાઓની ઉપાસનાનું મહત્વ :- બ્રહ્માંડની રચના પાંચ તત્વોમાં ખૂબ મહત્વપૂર્ણ છે: હવા, પાણી, અગ્નિ, પૃથ્વી અને આકાશ. આ પાંચ તત્વોની પૂજા પંચદેવના આધારે કરવામાં આવે છે.

ભગવાન સૂર્ય નારાયણ :- સૂર્ય દેવ પ્રત્યક્ષ દેવ એટલે કે હાજરાહાજર આપણને દેખાતા દેવ છે અને વાયુ તત્વના સ્વામી ગણાય છે. પંચતત્વોમાં સૂર્યનું પ્રતીક અગ્નિ માનવામાં આવે છે. એટલા માટે જ સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે.

શ્રી હરિ વિષ્ણુ :- વિષ્ણુ ભગવાન આકાશ તત્વના સ્વામી માનવામાં આવે છે. એટલા મયે તેમની સાધના મંત્રના માધ્યમથી કરવી જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ સમગ્ર વિશ્વના પાલનકર્તા છે. આખા બ્રહ્માંડનું સંચાલન કરવાનો બોજો તેમના પર છે. એટલા માટે દરેક શુભ કાર્યમાં વિષ્ણુની પૂજા કરવી જોઇએ.

ભગવાન ગણેશ :- પાંચેય દેવતા પંચભૂતના સ્વામી છે. તેમાં ગણપતિ જળતત્વના અધિપતિ છે. બધા દેવોમાં ગણેશની પૂજા કરવામાં આવે છે તે વિઘ્નહર્તા કહેવાય છે. તેથી, દરેક મંગલિક કાર્યમાં તેમની પૂજા કરવામાં આવે છે.

ભગવાન શિવ, માતા દુર્ગા :- ભગવાન શિવ પૃથ્વીના સ્વામી છે. શિવજી અને શક્તિ સ્વરૂપ મા દુર્ગા બંને સૃષ્ટિની રચના કરે છે. એટલે કે રચયિતા માનવામાં આવે છે. તે આખા વિશ્વના માતાપિતા છે, માતા દુર્ગા ભગવાન શિવ દેવોના દેવ છે. જીવન અને અવધિ પણ આને આધિન છે. તેમની પૂજા કરવાથી જીવનના તમામ કાર્યો પૂર્ણ થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *