ત્વચા પરના ડાઘ ધબ્બાને કારણે ચહેરો વધુ ખરાબ દેખાય છે. દરેક લોકો એમના ચહેરાને સુંદર દેખાવા માટે ઘણા પ્રયત્ન કરે છે. ચહેરો સુંદર હશે તો જ ખુબસુરતી બની રહેશે. તો એના માટે એક પાન પણ તમારી ત્વચા ને ચમકાવી શકે છે.
પાન મુખવાસ સિવાય ચામડી પર પણ જાદુઈ અસર કરે છે. સામાન્ય રીતે આપણા દેશમાં ઘણા લોકો જ્યાં જમ્યા પછી પાન ખાતા હોય છે. જમ્યા પછી પાન ખાવાના કેટલાક ફાયદાઓ થાય છે. પરંતુ પાન ખાવા સિવાય પણ પાનના અન્ય કેટલાય ફાયદા છે.
સ્કીનને ગ્લોઇંગ રાખવા માંગતા હોય તો નાગરવેલના પાંદડાનો ઉપયોગ ખુબ જ સારો માનવામાં આવે છે. શરીર ઉપર થતી અળાઈ અને રેશિસમાં આ પાન જાદુઈ અસર કરે છે. નાગરવેલના પાંદડાથી વાળને પણ ચળકતા બનાવી શકાય છે.
પાન મુખવાસ સિવાય ચામડી પર પણ જાદુઈ અસર કરે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટસ્ ચામડીના ડેડ સેલ્સને દૂર કરે છે જેથી ચહેરો ચમકી ઉઠે છે અને સ્કિન સોફ્ટ બને છે. તેના અન્ય પણ ગુણો છે.
જે અમે તમને એના અમુક ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ત્વચા ની ચમક વધે છે. તો ચાલો જાણી લઈએ કઈ રીતે પાનનો ઉપયોગ કરીને ચહેરાની ત્વચા ને સુંદર બનાવી શકાય છે.
ચહેરા ની ચમક વધારવા માટે પાનના 5 પત્તા લઈ સાફ કરી લેવા અને તેની પેસ્ટ બનાવી લેવી, પછી એમાં મધ મિક્સ કરવું. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે ગલાવી રાખવી. સૂકાઈ જાય પછી ચહેરો પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી 1 મહિનામાં પરિણામ તમને દેખાઈ જશે.
પાનના થોડાંક પત્તા લઈ લગભગ 1 લીટર પાણીમાં ઉકાળવા. હૂંફાળું થવા પર તેને પાણીમાં મસળી તેનાથી ચહેરો ધોવો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી ચહેરા પર ચંક આવી જશે, પરંતુ વધુ કરવાથી ડ્રાયનેસ પણ આવી શકે છે.
થોડુંક દાઝી જવા પર આ પાન ની પેસ્ટ પણ લગાવી શકાય છે. પાનને સરખા સાફ કરી મસળીને એમાં એક ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરવું. આ પેસ્ટને દાઝેલ જગ્યા પર લગાવવું. બળતરાથી રાહત થશે અને ઘા જલ્દી ભરાઈ જશે.
ખીલની તકલીફ હોય તો પાનને ઉકાળી પાણીનો રંગ બદલાઈ જાય પછી ગેસ બંધ કરી દેવો. પાણી ઠંડુ થવા પર ચહેરો ધોઈ લેવો. થાડાક દિવસમાં ખીલ ગાયબ થઈ જશે.
Leave a Reply