અનુપમા ટીવી સિરિયલ ટેલિવિઝન સ્ક્રીન પર રાજ કરી રહી છે. આ શો ટીવી પર ખુબ જ બેસ્ટ પર્ફોર્મન્સ કરી રહ્યો છે અને ટીઆરપી રેટિંગમાં ટોચ પર છે..
આ દિવસોમાં ટ્રેક અનુપમાની પુત્રી પાખીની આસપાસ ફરે છે જેના લગ્નમાં ખુબ જ સમસ્યાઓ છે. પાખી તેનાથી બની શકે તેટલી સારી બનીને સોરી કહેવાના ઈરાદા સાથે કાપડિયાના ઘરે જાય છે, પરંતુ તેના બદલે તેને અધિક સાથે ઝઘડો થાય છે. તે પછી પાખી ખૂબ જ અસ્વસ્થ થઈ જશે અને નિરાશ થઈને ત્યાંથી જતી રહે છેં. અને તેને લાગશે કે તેનું લગ્નજીવન તૂટી રહ્યું છે.
View this post on Instagram
અનુપમાના આગામી એપિસોડમાં તમે જોશો કે પાખી એટલી ઉદાસ હશે કે તે પોતાનો જીવ લેવાનું નક્કી કરશે. આત્મહત્યા કરતા પહેલા, પાખી આધિક માટે એક વોઈસ નોટ છોડી દેશે અને એ પણ કહેશે કે તે તેના વિના જીવી શકશે નહીં. અધિક શાહહાઉસ ખૂબ મોડું થાય તે પહેલાં પાખીને બચાવવા માટે ઘરે દોડી જશે.
બીજી તરફ, અનુપમા આ સમગ્ર મામલે અજાણ છે. અનુપમાને ખબર નથી કે તેની દીકરી સાથે શું થઈ રહ્યું છે. કારણ કે અનુપમા પોતે અનુજ અને તેના લગ્ન જીવનને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
કારણ કે અનુજને લાગે છે કે શાહ હાઉસમાં પાખીના કારણે અનુપમા કાપડિયા પરિવાર અને તેમની દીકરી છોટી અનુ પર ધ્યાન આપી શકતી નથી. અનુજ આ બધી બાબતોથી ખૂબ ગુસ્સે છે અને તેણે અનુપમાને પોતાની રીતે બધું સમજાવ્યું છે.આવી સ્થિતિમાં અનુપમા અનુજને પાછા મનાવવા અને તેના લગ્ન બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
અનુપમાના નિર્માતાઓ નવા વળાંકો સાથે દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.આ જ કારણ છે કે પાખીના ટ્રેકમાં નવા-નવા ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું પાખી ખરેખર પોતાનો જીવ ગુમાવશે કે પછી આ બધાનું ધ્યાન ખેંચવા માટે તેની વિચારેલી ચાલ હશે..
Leave a Reply