પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે રાખો આ વતોનું ધ્યાન, પાચનતંત્ર બનશે મજબૂત

પાચનતંત્ર સારું રહે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે.તમામ બીમારીઓની શરૂઆત પાચનતંત્રની ગડબડના કારણે થાય છે.આવી સમસ્યાની અસર તમારા મગજ ઉપર પણ પડે છે. આ સમસ્યા ન થાય અને પાચનતંત્ર મજબૂત બને તે માટે તમે અમુક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.શરીરને ફિટ રાખવા માટે સૌથી વધારે આવશ્યક છે તમારે પોતાની પાચનશક્તિને તંદુરસ્ત રાખવી.

કોઈપણ વ્યકિતનાં ફિટ રહેવાથી તેના પાચનનો ખૂબ સંબંધ હોય છે પરંતુ આજ કાલની બદલતી જીવનશૈલીમાં દરેક વ્યકિત તેની ફિકર કર્યા વગર બજારમાં મળતી તમામ પ્રકારની ઉલ્ટી સીધી ચીજોનું સેવન કરે છે જેની સીધી અસર તેની પાચનશક્તિ પર પડે છે. તો ચાલો જાણી લઈએ એના ઘરેલું ઉપાય.અત્યારે આપણે ફાસ્ટ ફુડ વધારે ખાતા હોઈ છીએ 

પરંતુ બહુ ઓછા લોકોને તે વાતની ખબર હશે કે ફાસ્ટ ફુડ ખાવાથી આપણું પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. જે લોકો ફાસ્ટ ફુડ વધુ પસંદ હોય છે તે ખરાબ પાચનતંત્ર નો શિકાર બની જાય છે. તેનું સેવન ખુબ ઓછા પ્રમાણમાં કરો અને તેની જગ્યાએ હેલ્ધી ફૂડ લો.શરીરમાં પાણી હોવું બહુ જરૂરી છે. મોટાભાગના લોકો ઓછું પાણી પીવે છે.

દિવસમાં લગભગ ૨ લીટર પાણી પીવું જોઈએ. જો તમારું પાચનતંત્ર બરાબર ન હોય તો વધારે પાણી પીવું. તે આપણા શરીરમાં પાણીના પ્રમાણને પૂરું પાડે છે જેથી ખાવાનું જલ્દી પચી જાય છે. તેથી પાણી પીવો અને પુષ્કળ પીવો.રોજિંદા ખોરાકમાં વિટામિન સીયુક્ત વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છે. વિટામિન સી પાચનક્રિયાને મજબૂત બનાવવામાં લાભદાયી બની રહે છે.

વિટામિન સીયુક્ત ખોરાકમાં ફાઇબરની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેમજ તેની અંદર સાઇટ્રિક એસિડની માત્રા હોવાથી પચવાની ક્રિયા સારી રીતે થાય છે. બ્રોકોલી, સંતરાં, સ્ટ્રોબેરી, કીવી, લીંબુ વગેરે ખાટાં ફળોનું સેવન દિવસમાંથી એક વાર ચોક્કસ કરવું જોઇએ.લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી છે.

તેનું સેવન કરવાથી ઘણી બધી તકલીફો દૂર થાય છે. તેમજ લીંબુ પાણી પીવાથી પેટનો ગેસ દૂર થાય છે અને પાચનશક્તિ માટે પણ બરાબર છે.એકસાથે વધારે પડતો ખોરાક ખાઇ લેવાથી પણ પાચનતંત્ર બગડી શકે છે. ભાવતો ખોરાક ખાવા બેસીએ ત્યારે મોટાભાગે ખોરાકની માત્રા કેટલી લેવાઇ રહી છે તે વિશે આપણને જાણ નથી હોતી.

એકસાથે વધારે પડતું ખાઇ લેવાથી પાચનતંત્ર પર અસર થાય છે. તે ધીરે ધીરે ખોરાકને પચાવવાનું કામ કરે છે, જેથી ખોરાક સરખો પચતો નથી. માટે ભાવતી વસ્તુ થોડી થોડી કરીને સમયાંતરે ખાવ, તેને એકસાથે ન આરોગી લો.

 

 

Admin

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago