નવા વર્ષ પર આ વાસ્તુટિપ્સ અપનાવવાથી ઘરમાં આવશે સકારાત્મક ઉર્જા… નહિ આવે પૈસાની કમી…

નવું વર્ષ 2023 ની થોડા દિવસમાં શરૂઆત થઇ જશે. હવે 2023 આવવામાં થોડા જ દિવસ બાકી છે ત્યારે દરેક લોકોને 2023ની રાહ છે. નવા વર્ષને ખાસ બનાવવા માટે લોકોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકોએ ઘરને સજાવી દીધુ છે પરંતુ જો તમે ઘર ડેકોરેટ કરવાનું પ્લાન કરી રહ્યાં હોવ તો વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખશો.

વાસ્તુ શાસ્ત્ર પર્યાવરણમાં ફેલાતી રહેલી ઊર્જાના સંતુલન માટેની પ્રાચીન પરંપરાગત પદ્ધતિઓમાંથી એક છે. આપણું ઘર એ આપણું જ હોય છે. ઘરમાંથી બહારની દોડાદોડી અને તણાણથી છૂટકારો ત્યારે જ મળે છે જ્યારે આપણે ઘરે પાછા આવીએ. મકાનની અંદર રહેલી ઊર્જા તેના અને તેની આસપાસની વસ્તુઓને અસર કરે છે. આજે અમે તમને નવા વર્ષ પર ખાસ ધ્યાનમાં રાખવાની વાસ્તુ ટિપ્સ વિશે જણાવી દઈએ, જેથી ક્યારેય પૈસાની કમી આવશે નહિ..

આ કલરથી રંગાવો ઘર :- નવા વર્ષનું સ્વાગત કરવા માટે સૌથી પહેલા પોતાના ઘરની સફાઇ કરો. ઘરની સફાઇ કરતી વખતે કિનારો અને ખૂણાને સરખી રીતે સાફ કરો. રસોડું દિવાલ માટેનો કાળો રંગ ટાળવો જોઈએ. તેના બદલે તમે પીળો, નારંગી, ગુલાબ, ચોકલેટ અથવા લાલ રંગનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઘણા સમયથી કલર નથી કરાવ્યો તો દિવાલોને પેઇન્ટ કરાવજાવો. વાસ્તુ અનુસાર બ્રાઇટ કલર કરાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે.

મેઇનગેટને આ રીતે સજાવો :- નવા વર્ષના સ્વાગત માટે મેઇન ગેટને સારી રીતે સજાવવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મેઇન ગેટ સામે ખાડો કે ગંદકી હોવી અશુભ માનવામાં આવે છે. ક્યારેય ઘરના મેઇનગેટ પર ડસ્ટબિન ન રાખવી જોઇએ.

સ્વસ્તિકનું નિશાન :- ઘર પર સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવા માટે ઘરના મુખ્ય દ્વારા પર સ્વસ્તિકનું નિશાન લગાવવું જોઈએ અને દિવાલ પર પાદુકા દર્પણ પણ સ્થાપિત કરી દેવો જોઈએ.

બંધ પડેલી ઘડિયાળ :- જો તમારા ઘરમાં કોઇ ઘડિયાળ બંધ છે તો તેને ઠીક કરાવી લેવી જોઇએ અથવા તો તેનો નિકાલ કરી દેવો જોઇએ. સાથે જ ટૂટેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ કાઢી દેવી જોઇએ.

લીલોતરી :- ઘરની સાજ સજાવટમાં લીલોતરીનો ઘરમાં વધારો કરો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ટૂટેલા વાસણોનો કરો નિકાલ :- નવા વર્ષમાં ટૂટેલા વાસણોનો નિકાલ કરી દેવો જોઇએ, રસોડામાં ટૂટેલા વાસણો રાખવાથી ઘરમાં બરકત નથી આવતી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *