નારિયેળ પાણીમાં પોષક તત્વોનો સારો એવો સ્ત્રોત હોય છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓમાં પણ રાહત આપે છે. નારિયેળનું પાણી મનુષ્યના શરીરને ઘણી ગંભીર બીમારીઓ સામે લડવામાં તાકાત આપે છે. એમાં રહેલા પોષક તત્વ શરીરમાં પાણીની ઉણપ ને પૂરી કરીને એને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ છે.
જો તમે તમારી સવારની શરૂઆત નારિયેળ પાણીથી કરો તો આખો દિવસ ઉર્જાનો અહેસાસ થાય છે. મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝાડા જેવા રોગો જેમાં શરીર વધારે નબળું થઇ જાય છે, જેમાં નારિયેળ પાણી રોગો સામે લડવાની શક્તિ આપે છે. નારિયેળ પાણીમાં શરીર માટે ફાયદાકારક હોય એવા અનેક તત્વો છે.
આ સિવાય લોકોને નાળિયેરના ફાયદા વિશે જાગૃત કરવા માટે દર વર્ષે ૨ સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. નારિયેળ પાણી કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે. નારિયેળ પાણીમાં ઝેરી તત્વોને દૂર કરવાના ગુણ હોય છે. તેના પાણીથી શરીરને ઉર્જા મળે છે.
રોગ પ્રતિરોધક ક્ષમતા બૂસ્ટ થાય છે અને આ સાથે જ આ કેટલાય પ્રકારની બીમારીઓ સામે સુરક્ષા પૂરી પાડે. જો તમે તમારા વજનથી પરેશાન છો તો નારિયેળ પાણી પીવાથી તમને ઘણા ફાયદા થશે. નિષ્ણાંતો અનુસાર સવારના સમયે નારિયેળ પાણી પીવું સૌથી વધારે ફાયદાકારક હોય છે.
જો તમે સવારના સમયે નારિયેળ પાણી પીઓ છો તો આ આપણા શરીરને દિવસભર સ્ફૂર્તિવાન બનાવી રાખે છે. હાઈ બ્લડપ્રેશર જેવી ગંભીર સ્થિતિમાં નાળિયેર પાણી ખુબ જ ફાયદો કરે છે. નારિયેળ પાણીમાં રહેલા વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ ખુબ જ મદદરૂપ છે.
આ સિવાય તે હાઈ બ્લડપ્રેશરને પણ નિયંત્રિત રાખવામાં મદદરૂપ છે. જે હાઈપરટેન્શન ને પણ કંટ્રોલમાં કરે છે. અત્યારે લોકો શરીરની વધુ પડતી ચરબીથી પીડાય છે. જેના કારણે અનેક રોગો થાય છે. આમ કોલેસ્ટ્રોલ અને ચરબી રહિત જો શરીર હોય તો એ હૃદય માટે ખુબ જ સારું છે.
આ ઉપરાંત, તેની એન્ટિ-ઑક્સિડેન્ટ શક્તિ પણ પરિભ્રમણ પર સકારાત્મક અસર કરે છે. હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે નાળિયેરનું પાણી એક સારો ઉપાય છે. એક નાળિયેરમાં લગભગ ૨૦૦ મીલી અથવા તો તેનાથી પણ વધુ પાણી હોય છે.
નારિયેળ પાણી ઓછી કેલરીવાળું પીણું પણ છે. જો તમે વજન ઘટાડવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા હોય તો પછી નાળિયેર પાણીનો ઉપયોગ પણ એકવાર અવશ્ય કરવો જોઈએ. જેનાથી શરીર મજબુત પણ બને છે અને વજન પણ વધે છે.
મોટાભાગના લોકોને માથાનો દુઃખાવો જેવી અનેક સમસ્યાઓ ડીહાઈડ્રેશન ના કારણે થાય છે. આવી સ્થિતિમાં નાળિયેર પાણી પીવાથી તે શરીરમાં તરત જ ઇલેક્ટ્રોલાઇટ્સ પહોંચાડવાનું કામ કરે છે, જેનાથી હાઇડ્રેશનનું સ્તર પણ સુધરી જાય છે.
Leave a Reply