હાલમાં અનુપમા સિરિયલ ટીઆરપીમાં ટોચ પર જોવા મળી રહી છેં. ‘અનુપમા’માં તમે જોયું હશે કે મકરસંક્રાંતિના ઇવેન્ટ પર ‘માયા’ અનુજ કાપડિયા અને અનુપમાને મળે છે અને કહે છે કે તે છોટી અનુની અસલી માતા છેં.
આ જાણીને અનુપમા અને અનુજના પગ નીચેથી જમીન સરકી જાય છેં. તેઓ માયાની આ વિશે કોઈ પણ વાત માનતા નથી. ગભરાયેલા અનુજ અને અનુપમા નાની અનુને લઇને ફટાફટ કાપડિયા હાઉસ લઇ આવે છેં.
અનુજ-અનુપમાને માયાની સચ્ચાઈ વિશે ખબર પડશે.
અનુજ અને અનુપમાને લાગે છે કે માયા આ માત્ર પૈસા માટે કરી રહી છે, પરંતુ માયા કહે છે કે તેનો પ્રેમ જ તેને નાની અનુ તરફ ખેંચી ગયા છે. તે નાની અનુની કસ્ટડી માટે અનુજ અને અનુપમા સાથે લડતી જોવા મળશે. દરમિયાન અનુપમા અને અનુજ આશ્રમમાં ફોન કરીને માયા વિશે પૂછે છે. જ્યારે અનુજ અને અનુપમાને ખબર પડી કે માયા નાની અનુની અસલી માતા છે ત્યારે તેમના હોશ ઉડી જાય છે.
અનુજ-અનુપમાને નાની અનુથી અલગ થવાનો ડર સતાવશે..
આગળના એપિસોડમાં જોવા મળશે કે નાની અનુ ઘરમાંથી રાતોરાત ગાયબ થઈ જાય છેં. જો કે, આ માત્ર તેઓનુ સ્વપ્ન હોય છે. બંનેને દુઃસ્વપ્ન આવે છે કે માયા નાની અનુને પોતાની સાથે લઈ ગઈ છે. માયા નાની અનુને કહે છે કે તે તેને મળવા કાપડિયા હાઉસ આવશે. નાની અનુને વાયરલ તાવ આવે છે, પરંતુ તેમ છતાં તે માયાની રાહ જુએ છે.
અનુજ તેને ના પાડે છે કે તે આજે તેં માયાને ઘરે ન બોલાવે કારણ કે તેની તબિયત ખરાબ છે. જોકે, નાની અનુ કહે છે કે માયાના આવવાથી તેની તબિયત સુધરશે. અંકુશ અને બરખા અનુપમા અને અનુજના વર્તન પર શંકા કરે છે અને તેમને પૂછે છે કે તેઓ આ રીતે કેમ વર્તન કરી રહ્યા છે???
માયા નાની અનુને સચ્ચાઈ કહેશે
આવનારા એપિસોડમાં માયાની વાસ્તવિકતા નાની અનુની સામે આવશે. માયા રડશે અને નાની અનુને કહેશે કે તે તેની સાચી માતા છે. નાની અનુને આ વાત જાણીને નવાઈ લાગશે. અનુપમા અને અનુજના પણ હોશ ઉડી જાય છે. માયા નાની અનુને કહેશે કે તે તેને ઘરે લઈ જશે.
નાની અનુ કહેશે કે કાપડિયા હાઉસ જ એનું ઘર છે.ત્યારે માયા કહેશે કે સાચુ ઘર એ જ હોય છે જ્યાં મા હોય.ત્યારે માયા કહેશે કે તે તેની સાચી માતા છે.હવે જોવાનું એ રહેશે કે માયા નાની અનુને પોતાની સાથે લેવામાં સફળ થાય છે કે નહીં.
બાની સલાહ પર વનરાજે યુક્તિ કરી
શાહ હાઉસમાં પણ હંગામો ચાલુ છે.બા અને વનરાજ કાવ્યાના મોડલિંગથી ખૂબ નારાજ છે. બાએ વનરાજને સલાહ આપી કે કાવ્યાને રોકવા માટે તેણે અનુપમા સાથે જે કર્યું તે તેણે કરવું પડશે. વનરાજ બાની વાતનું પાલન કરે છે અને કાવ્યા પાસે જાય છે અને તેને પ્રેમથી સમજાવે છે.
કાવ્યાને વનરાજની યુક્તિની ખબર પડી જાય છેં.તે તેને કહે છે કે જે રીતે તેણે અનુપમાને રોકવા માટે તેને પ્રેગનેંટ કરી હતી તેમ તે તેની સાથે કરી શકશે નહીં. તે તેની મોડેલિંગ કારકિર્દી ચાલુ રાખશે..
ગ્રહોની સ્થિતિ ઠીક ના હોય તો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક લોકોના જીવનમાં રશીઓનું…
રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે .રાશિફળનું…
ધનવાન બનવા માટે આખી દુનિયામાં લોકો લાખો પ્રયાસો કરતા હોય છે. પરંતુ બનવું દરેક લોકોના…
જીવનમાં રાશિનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. દરેક મનુષ્ય એમના ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી…
દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ…
મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે.…