આજના અનુપમા સિરિયલના એપિસોડમાં જોવા મળશે કે અનુજ કાપડિયા અને અનુપમાની સામે માયાને પહેલીવાર નાની અનુને મળશે. જ્યારે માયા તેમને કહે છેં કે નાની અનુની તેં અસલી માતા છેં ત્યારે અનુજ અને અનુપમાના પગ નીચેથી જમીન સરકી જાય છેં.
જ્યારે એક માતા બીજી માતા સાથે ટકરાશે ત્યારે કોણ જીતશે?
માયા માત્ર અનુપમા અને અનુજ કાપડિયાને અનુની સચ્ચાઈ જ નહિ જણાવે પણ તેમને વચન પણ આપશે કે તે તેની પુત્રીને જલ્દીથી તેની પાસે પાછી લઈ જશે. માયા કહેશે કે અનુપમાએ એટલું જ સમજી લેવું જોઈએ કે તે દેવકી છે જે યશોદા પાસેથી તેના બાળકોને પાછા લેવા આવી છે. અનુજ કાપડિયા અને અનુપમા હાલમાં ખુબ જ આઘાતમાં છે અને બા તેમની સ્થિતિથી ખુબ જ ખુશ છે..
View this post on Instagram
શું અનુપમાને તેના કાર્યોનું ફળ મળી રહ્યું છે?
જ્યારે બા માયા અને અનુજના શબ્દો સાંભળે છે, ત્યારે તે કહે છે કે અનુપમાને તેના કાર્યોનું ફળ મળી રહ્યું છે. બા કહેશે કે અનુપમાએ નાની અનુને કારણે તેના સગા સંતાનોને દૂર કરી દીધા હતા. તેથી ભગવાન નાની અનુને તેની પાસેથી છીનવી લે છે.
પરંતુ તમને આગામી એપિસોડમાં સ્ટોરીમાં તમને એક નવો જ વળાંક જોવા મળશે. અનુજ આ વાતથી ખુબ જ નારાજ થઇ જાય છેં અને અનુપમાને કહેશે કે કેવી રીતે કોઈ આવીને તેની પાસેથી નાની અનુને છીનવી શકે.
માયા છોટી અનુનું કિડનેપિંગ કરાવશે.
નવા પ્રોમો વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે માયા પોતાના પાવરનોં ઉપયોગ કરીને નાની અનુનું અપહરણ કરશે. પ્રોમો વિડિયો અનુજ કાપડિયા અને અનુપમા નાની અનુની પાછળ દોડતા દેખાય છે.
કેટલાક લોકો આવે છે અને તેને વાનમાં બેસાડીને લઈ જાય છે. આ દરમિયાન નાની અનુ અનુજ અને અનુપમાને મમ્મી, પાપા કહીને બૂમો પાડતી જોવા મળે છેં.આગળનો એપિસોડ ખુબ જ રસપ્રદ રહેવાનો છેં.
Leave a Reply