ઘરમાં સકારાત્મક ઊર્જાના વાસથી એવું નથી કે માત્ર ધન સંપતિ જ વધે છે પરંતુ સાથે સાથે પરિવારની પણ પ્રગતિ થાય છે અને એકદમ ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. ઘોડો જેટલો શક્તિશાળી હોય છે, તેનાથી વધારે તે વફાદાર અને સમજદાર હોય છે. જ્યોતિષમાં કાળા ઘોડાની નાળને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.
માનવામાં આવે છે કે કાળા ઘોડાની નાળના પ્રયોગથી અસંભવ થઇ જાય છે. ઘર કે વ્યવસાયના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ જે ઘોડાના પગથી ઉતરીને પડી હોય એને શનિવારે સિદ્ધ યોગ એટલે કે પુષ્ય રોહિણી શ્રવણ નક્ષત્ર હોય કે ચતુર્થી નવમી કે ચતુર્દશી તિથિમાં ઘરે લઈને આવો. પછી જુઓ એનો કારગર જાદૂ થાય છે.
આવી હોય છે કાળા ઘોડાની નાળ :- કાળા ઘોડાની નાળ અંગ્રેજીના ‘યુ’ આકાર જેવી દેખાવમાં હોય છે. અને તે લોખંડની બનેલી હોય છે અને તેનું મુખ્ય કાર્ય સુરક્ષા પ્રદાન કરવાનું છે. સાથે સાથે એવું પણ કહેવામા આવે છે કે જેવી ઘોડાની નાળ ઘોડાના પગની સુરક્ષા કરે છે એવી જ રીતે તે આપણાં ઘરની પણ સુરક્ષા કરે છે. અને આ જ કારણે તેને આપણાં ઘરમાં લગાવવાથી તે નકારાત્મક શક્તિને આપણાં ઘરથી બચાવીને રાખે છે.
શનિની સાડા સાતી ચાલી રહી હોય તો :- શનિના પ્રકોપથી બચવા માટે અથવા શનિની સાડા સાતીથી પરેશાન હોવ તો ઘોડાની નાળની એક રિંગ બનાવીને પછી તેને શનિના મંત્રોથી શુદ્ધ કરીને વચ્ચેની આંગળીમાં ધારણ કરવી તેનાથી શનિનો પ્રકોપ તમારા પર નહીં થાય.
નજર અને ટોટકાનું નિવારણ :- જો કોઈ જાતક પર નજર દોષ અથવા કોઈના દ્વારા કરવામાં આવેલા ટોટકાની સમસ્યાથી મુશ્કેલી હોય તો ઘોડાની નાળ ગંગાજળમાં ધોઈને મકાનના મુખ્ય દરવાજે પૂર્વ દિશામાં લગાવવી જોઈએ. પૂર્વ દિશામાં નાળ લગાવેલી હોય તો રવિવારે અને પશ્ચિંમ દિશામાં હોય તો શુક્રવારે સિન્દુર અને તેલની પૂજા કરીને દરવાજા પર લગાવી દેવાથી ઘર અને પરિવાર પર ખરાબ નજર નહીં લાગે અને કોઈ પણ ખરાબ ટોટકાની અસર નહી થાય.
ધંધામાં સફળતા મેળવવા માટે :- વેપારમાં વૃદ્ધિ માટે જો તમે પ્રયત્ન કરી રહ્યા હોવ તો પણ તમને સફળતા નથી મળી રહી. એવું લાગે છે કે તમારા વેપાર પર કોઈએ કંઈક કર્યું છે તો ઘોડાની નાળને શનિ મંત્રથી અભિમંત્રિત કરીને ઓફિસના મુખ્ય દરવાજા પર લગાવી દો. આવું કરવાથી નજર, ટોના-ટોટકા જેવા દુષ પ્રભાવ નિષ્ફળ થઈ જશે અને તમારા વેપારમાં તેજી આવી જશે.
Leave a Reply