આપણા શાસ્ત્રો માં ઘણા એવા ચમત્કારી ઉપાય વિશે જણાવવામાં આવ્યું છે. જેનાથી સ્વાસ્થને ઘણા ફાયદા થાય છે સાથે સાથે ઘણી સમસ્યાઓ પણ થઇ જાય છે દુર.. નાગરવેલના પાન ને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. નાગરવેલ ના પાનનો ઉપયોગ મુખવાસ થી લઇ ને પૂજા માં તેમજ આયુર્વેદ માં પણ થાય છે. આ નાગરવેલ ના પાનના ઘણા બધા ફાયદા છે.
નાગરવેલનું પાન એ સકારાત્મક ઉર્જાનું વાહક છે. હિંદુ ધર્મમાં દેવી દેવતાઓની સ્થાપનાથી લઈને પૂજા સામગ્રીમાં પણ પાનનો ઉપયોગ થાય છે. નાગરવેલના પાન સાથે ભગવાનને નમન કરવામાં આવે છે. દેવી દેવતાઓને પાન અર્પણ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે.
ભગવાન શિવથી લઈને દરેક દેવને પૂજા પાઠમાં પાન અર્પણ કરી શકાય છે. તેનાથી વ્યક્તિની દરેક મનોકામનાની પૂર્તિ થાય છે. રાત્રે પાન ન ખાવું જોઈએ. તેનાથી પાપ લાગે છે. આજે અમે તમને જણાવી દઈએ લાલ કિતાબમાં વર્ણવામાં આવેલા પાન વિશેના ટૂચકાઓ અંગે.. તો ચાલો જાણી લઈએ એ ઉપાય વિશે..
હનુમાનજીના વિધિ-વિધાનથી પૂજન કર્યા બાદ આ પાન હનુમાનજીને અર્પણ કરો અને સાથે જ પ્રાથના કરતા કહો ‘ હે ‘હનુમાનજી’ હું આપને આ મીઠુ રસ ભરેલું પાન અર્પણ કરું છું ‘ આ મીઠા પાનની જેમ તમે મારા જીવન પણ મિઠાસથી ભરી દો. હનુમાનજીની કૃપાથી થોડા જ દિવસોમાં તમારી દરેક સમસ્યા દૂર થશે.
મંગળવારે અડદના લોટની દીવી બનાવીને તેમાં તેલનો દીવો હનુમાનજી પાસે કરો. વિધિવત પૂજન કરી બાટીના લાડુંનો ભોગ લગાડો. એ પછી નાગરવેલના 27 પાનના પાંદડા અને ગુલકંદ, વરિયાળી અને મુખવાસની સામગ્રી લઈને પાનના બીડા વાળો અને પછી તેને હનુમાનજીને ધરાવો. આ પાનમાં માત્ર આ પાંચ વસ્તુઓ નાખો- કત્થો, ગુલકંદ, વરિયાળી, કોપરા અને ગુલાબ કતરી. પાન બનાવતા સમયે ધ્યાન રાખો કે એમાં ચૂનો અને સોપારી કે તમાકું ન હોય.
મંગળવારે, શનિવારે, હનુમાન જયંતીના દિવસે કે કાળી ચૌદશે હનુમાનજીને પાનનું બનાવેલું બીડલું અર્પિત કરાય તો બધી મનોકામના પૂર્ણ થાય છે. બીડું અર્પિત કરવાના અર્થ છે કે હનુમાનજી તમારું બીડું ઉઠાવશે. તમારા કાર્યો પાર પાડશે. વિઘ્ન ટાળશે.
ઉપરોક્ત ધાર્મિક ઉપાય ઉપરાંત આયુર્વેદ ની દ્રષ્ટિ એ જોઈએ તો નાગરવેલનું પાન શરદી કફ થયા હોય તો ત્યારે પણ તેને ગરમ કરી છાતી પર લગાવવાથી ફાયદો થાય છે. મુખવાસ તરીકે ખાવાથી પાચન માં પણ એટલો જ લાભ થાય છે. આમ નાગરવેલ નું પાન ધાર્મિક અને આયુર્વેદિક ગુણો થી સંપન્ન છે.
Leave a Reply