નાગાસાધુ સામાન્ય વસ્તીથી હંમેશા માટે દુર રહે છે અને પોતાના અખાડાઓમાં રહે છે. નાગા સાધુઓ કે જેઓ શરીર પર ભસ્મ લગાવી પોતાની જ ધૂનમાં રહે છે. નાગા સાધુની દુનિયા ના માત્ર રહસ્યમય હોય છે પરંતુ તેમની જીવન ચર્યા પણ અલગ અને અનોખી હોય છે.
માત્ર ભભૂતિ અને જટા, તેમજ રુદ્રાક્ષની માળા તેમનું આગવું ઘરેણું હોય છે. આપણે બધા જાણીએ જ છીએ કે નાગા સાધુ પોતાના આખા શરીર પર ભભૂત લગાવીને નિર્વસ્ત્ર રહે છે. એમને મોટી જટા પણ હોય છે. જે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેઓ વિવિધ અખાડામાં રહે છે જેની પરંપરા આદિગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
આમ તો નાગા સાધુ બનવું ખૂબ જ મુશ્કેલ છે. શું તમે જાણો છો નાગા સાધુ બનવાની તાલીમ દુનિયાની કોઈપણ આર્મીમાં અપાતી ટ્રેનિંગ કરતા પણ ખુબ જ કઠોર હોય છે. આપણે ઘણી વાર કુંભમેળાનાં કવરેજમાં જોયું હશે કે નાગા સાધુ લોકો કપડાં પહેરતા નથી અને આખા શરીરમાં રાખ એટલે કે ભભૂત લગાડીને ફરતા હોય છે.
દુનિયા આખીને જીતવા નીકળેલો સિકંદર એક નાગા સાધુની સામે હારી ગયો હતો. નાગા સાધુના મત મુજબ આ સ્વરૂપમાં રહેવા માટે ઘણા કારણો હોય છે, પરંતુ તે કારણો વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે નાગા બાબા શા માટે રહે છે. તો ચાલો જાણી લઈએ એનું રહસ્ય..
નાગા સાધુના નગ્ન રહેવાનો અર્થ :- નાગા શબ્દનો અર્થ છે નગ્ન, કહેવાય છે કે, નાગા સાધુ કુંભની આત્મા હોય છે. આ સાધુ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં રહે છે અને આ તેમની ખાસ ઓળખ છે. આ ઉપરાંત નાગા સાધ પોતાને ભગવાનના દેવદૂત માને છે અને તેમની ઉપાસનામાં પોતાને લીન કરે છે એટલે તેમને કપડાં સાથે કોઈ મતલબ હોતો નથી.
નાગા સાધુનો પરિવાર :- અમે તમને જણાવી દઈએ કે નાગા સાધુ સમુદાયને તેમનો પરિવાર માને છે. આ માટે તેઓને સંસારિક પરિવાર માં કોઈ સમસ્યા નથી હોતી અને આ લોકો ઝૂંપડીઓ બનાવીને સાધુ જીવન જીવે છે. તેઓ રહેવા માટે કોઈ વિશેષ સ્થાન અથવા મકાનમાં નથી રહેતા.
નાગા સાધુનો ખોરાક :- નાગા સાધુ ફક્ત યાત્રાળુઓ દ્વારા આપવામાં આવેલો ખોરાકનું જ સેવન કરે છે અને તેમના માટે દૈનિક ભોજનનું કોઈ ખાસ મહત્વ હોતું નથી. જો સાત ઘરમાંથી દિક્ષા ન મળે તો પછી ભૂખ્યું રહેવું પડે છે. નાગા સાધુ બની ગયા પછી તેના પદ અને અધિકાર વધી જાય છે.
Leave a Reply