તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા જી એટલે કે મુનમુન દત્તાએ પોતાના નવા ઘરમાં દિવાળી ઉજવી. મુનમુને પોતાના નવા ઘરમાં દિવાળીની ઉજવણીની ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરી છે અને નવા ઘરની ઝલક પણ બતાવી છે. તેણે પોતાના ઘરની અલગ-અલગ જગ્યાઓ પર તસવીરો ખેંચાવી છે. આ તસવીરોમાં મુનમુન અને તેનું ઘર બંને સુંદર લાગી રહ્યા છે.
આ તસવીરો શેર કરતાં મુનમુન દત્તાએ કહ્યું કે નવું ઘર ખરીદવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. નવું ઘર ખરીદવા પર બબીતાજી ખૂબ જ ખુશ છે. તસવીરોમાં તેના ચહેરા પરના સ્મિત પરથી તેનો અંદાજો લગાવી શકાય છે.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે મુનમુને ગુલાબી રંગના લહેંગા સાથે પીળા રંગનું સિક્વીન બ્લાઉઝ પહેર્યું છે. આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે
મુનમુને ચાહકોને તેના નવા ઘર અને બાલ્કનીની ઝલક બતાવી છે, જે રોશનીથી ઝગમગી ઉઠે છે. આ તસવીરોમાં આપણે તેમના નવા ઘરમાં દિવાળીની સજાવટ જોઈ શકીએ છીએ.
મુનમુને આ તસવીરો સાથે એક હ્રદયસ્પર્શી નોંધ લખી છે, જેમાં તેણીએ જણાવ્યું છે કે તેણીના વ્યસ્ત શૂટિંગ શિડ્યુલ અને તેના નવા ઘરની સજાવટ વચ્ચે તેણીએ કેવી રીતે સંઘર્ષ કર્યો.
મુનમુને તેની પોસ્ટમાં લખ્યું, “નવું ઘર, નવી શરૂઆત. આવી મોડી દિવાળીની પોસ્ટ. નવા ઘરમાં શિફ્ટ થઈ. શૂટિંગના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે, ખૂબ જ બીમાર પડી, સ્વસ્થ થઈ ગઈ…”
મુનમુને આગળ લખ્યું, “પરંતુ મારા નવા ઘરમાં એક નવી સફર શરૂ કરવા માટે એકદમ ઉત્સાહિત છું. અને એક સ્વપ્ન સાકાર થયું છે.”
મુનમુને આગળ લખ્યું, “સોશિયલ મીડિયામાંથી ખૂબ જ જરૂરી બ્રેક લીધો, માતા અને મારા નજીકના લોકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો, મારી રીતે તેમની સાથે શાંતિપૂર્ણ દિવાળી મનાવી.”
મુનમુને લખ્યું, “હું આજે જ્યાં પણ છું, કોઈની મદદ વિના ગ્રાઉન્ડ ઝીરોથી શરૂ કરીને મને મારા પર ખૂબ ગર્વ છે. મારી મહેનત અને ઈમાનદારીનું ફળ મળ્યું ”
આ સાથે મુનમુને આશા વ્યક્ત કરી કે દરેકની દિવાળી સારી રીતે પસાર થઈ હશે. ઇન્ડસ્ટ્રીના તેના મિત્રો અને ચાહકો તેને તેના નવા ઘર માટે અભિનંદન આપી રહ્યા છે.
Leave a Reply