એશિયા અને આપણાં દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ એવા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોમાં બહુ મોટા પરિવર્તન આવ્યા છે. મુકેશ અંબાણીએ કંપનીના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધું છે. તેમના મોટા દીકરા આકાશ અંબાણીને કંપનીના બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટરી સેબીne મળેલ માહિતીમાં કંપનીએ જણાવ્યું છે કે 27 જૂન 2022એ બોર્ડની મિટિંગ રાખી હતી જેમાં રિલાયન્સ જિયોના બોર્ડને આકાશ અંબાણીને બોર્ડ ચેરમેન તરીકે પસંદ કરવાની મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત રિલાયન્સના AJMની પહેલા કરવામાં આવી છે.
કંપનીએ જણાવ્યું છે કે પંકજ મોહન પવારને આવનાર 5 વર્ષ માટે મેનેજિંગ ડાયરેક્ટર બનાવ્યા છે. આ જ રીતે રામીંદર સિંહ ગુજરાલને અને કે.વી ચોધરીને પાંચ વર્ષ માટે ડાયરેક્ટર બનાવ્યા છે. તેમની નિયુક્તિ 27 જૂન 2022થી પ્રભાવમાં માનવામાં આવશે. સેબીને આપેલ માહિતી પ્રમાણે મુકેશ અંબાણીએ 27 જૂન 2022એ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધું છે. રિલાયન્સ જિયોના નવા ચેરમેન આકાશ અંબાણી પહેલા કંપનીમાં નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રહી ચૂક્યા છે.
જિયોએ હમણાંના વર્ષોમાં ડિજિટલ સેક્ટરમાં ઘણી કંપનીઓની અધિગ્રહણ કર્યું છે. તેમાં આકાશ અંબાણીએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાથે જ તેઓ નવી ટેકનોલોજીના વિકાસમાં પણ જોડાયેલ રહ્યા છે. તેમ એઆઈ-એમએલ અને બ્લોકચેન પણ શામેલ છે. જિયોની 4G ટેકનોલોજીથી જોડાયેલ ડિજિટલ ઇકોસિસતાં તૈયાર કારવમાં પણ તેમની મહત્વની ભૂમિકા છે.
Reliance Jioના નવા ચેરમેન આકાશ અંબાણી અગાઉ કંપનીમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે. મુકેશ અંબાણી ફ્લેગશિપ કંપની Jio Platforms Ltdના ચેરમેન તરીકે ચાલુ રહેશે. Jio Platforms Limited Jioની ડિજિટલ સર્વિસ બ્રાન્ડની માલિકી ધરાવે છે, જેમાં Reliance Jio Infocommનો સમાવેશ થાય છે.
આકાશ અંબાણીને એવા સમયે રિલાયન્સ જિયોના ચેરમેન બનાવવામાં આવ્યા છે જ્યારે દેશમાં આવનાર કેટલાક મહિનામાં 5G નેટવર્ક શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. દેશની ટેલિકોમ કંપનીઓને એવરેજ રેવેન્યુ પર યુઝરમાં વધારો થવાની આશા છે જે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રોફિટ માટે ખૂબ જરૂરી છે. મંગળવારએ કંપનીના શેર BSE પર 1.5 ટકાના વધારા સાથે 2529 રૂપિયા પર બંધ થયો હતો.
Leave a Reply