મોટી ઉંમરે થતી બીમારીઓ માટે આ ચૂર્ણ છે રામબાણ ઈલાજ, જાણો એનાથી થતા ફાયદા..

આપણે જાણીએ જ છીએ કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ બીમારીઓ પણ વધતી જાય છે. વૃદ્ધ વ્યક્તિઓ ને શરીરમાં ઘણી બીમારીઓ થતી હોય છે, એમાં પણ પગના દુખાવા ની બીમારી સામાન્ય થઇ ગઈ છે. ઉંમર વધે તેમ બીમારીઓનું જોખમ પણ વધવા લાગે છે.

વૃદ્ધાવસ્થાની એવી ઘણી બીમારીઓ છે જેનાથી વૃદ્ધો સૌથી વધારે ડરતા હોય છે. વૃદ્ધાવસ્થા આવતાની સાથે શરીર માં જાત-જાતની સમસ્યા આવવા લાગે છે. પણ જો તેનાથી બચવું હોય તો એક તો જીવનશૈલી સુધારવી પડે છે, અને બીજું ખાન-પાન પર ધ્યાન આપવું પડે છે.

વધતી જતી ઉંમર અને ઘટતી રોગપ્રતિકારક શક્તિને કારણે થતી અનેક બીમારીઓમાં કેન્સર નું નામ સૌથી પહેલુ આવે છે. ઘણા લોકોને કેન્સરની બીમારી સતાવે છે. સ્ત્રી કે પુરુષ જેને આ બીમારી થાય તેને ખુબ જ હેરાન કરી મુકે છે. જો તમે અથવા તમારા ઘરમાં કોઈ વૃદ્ધ સભ્ય છે.

વૃદ્ધત્વની અસર આમ તો વ્યક્તિના આખા શરીર પર જ પડે છે, પરંતુ બધા માટે એ અસર અલગ અલગ રીતે હોય છે. ખાસ કરીને એને જો બે ભાગ માં વહંચીએ તો એક અસર મગજ પર અને બીજી બાકીના શરીર પર એમ લઈ શકાય. વૃદ્ધાવસ્થા દરમિયાન શરીર એક વાર નબળું થઈ ગયા બાદ એને રિપેર કરવું ક્યારેય શક્ય હોતું નથી. આથી જે પણ શક્ય હોય છે એ છે એને ખરાબ થતું અટકાવવું.

વૃદ્ધાવસ્થા માં આવતી સમસ્યાઓથી બચવા માંગો છો, તો વૈદ્ય જીતુભાઈ દ્વારા જણાવેલ વૃદ્ધમિત્ર ચૂર્ણનું સેવન કરી શકો છો. આ ચૂર્ણ ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. તો ચાલો જાણી લઈએ એ ચૂર્ણ વિશે..

ચૂર્ણ બનાવવા માટે ની જરૂરી સામગ્રી : અશ્વગંધા ૧૦૦ ગ્રામ, શતાવરી ૮૦ ગ્રામ, ગળો ૬૦ ગ્રામ, આમળા ૪૦ ગ્રામ, ગોખરૂ ૨૦ ગ્રામ, કોચા ૧૦ ગ્રામ, શંખપુષ્પી ૧૦ ગ્રામ વગેરે..

ચૂર્ણ બનાવવા માટે :- ઉપર જણાવેલ બધા ઔષધ ને ચૂરણ રૂપે લાવી મિક્સ કરી એક ચમચી સવાર સાંજ પાણી સાથે લેવું. વૃદ્ધાવસ્થા માં આવતા રોગો જેવા કે પાર્કિન્સ, ભૂલકકણ સ્વભાવ, પ્રોસ્ટેટ, પેશાબ પર કંટ્રોલ ના રહેવો, અશક્તિ, મગજ માં લોહી ના પહોંચવું વગેરે રોગો આનું કાયમી સેવન કરવાથી આવતાજ નથી.

જેમુનું વજન વધારે હોય તેમણે અશ્વગંધા ની માત્ર અડધી કરવી. પેશાબના દર્દી હોય તો ગોખરુની માત્રા બમણી કરવી. ગોખરુ નાના અર્થાત કાંટી ગોખરુ લેવા. તાકાત વધારવી હોય તો મોટા ગોખરુ લેવા. વૈધ સ્વ.મોહનદાદાની ડાયરીમાંથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *