મોરપિંછના આ ઉપાયથી આકર્ષણ શક્તિમાં થાય છે વધારો અને નકારાત્મક ઉર્જા થશે દુર..

શાસ્ત્રો માં મોરપીછ ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ઘર માં મોરપીછ હોય તે શુભ માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણને પણ મોરપીછ ખુબ જ પસંદ હતું, એ જ કારણે તે હંમેશા એમના મુકુટ પર મોરપીછ લગાવતા હતા.

મોરપીછ મોર પાસેથી મળી આવે છે અને તે બે રંગો ના જોવા મળે છે, જેમાંથી એક મોરપીછ લીલા અને બ્લુ રંગનું જોવા મળે છે અને બીજું મોરપીછ સફેદ રંગ નું જોવા મળે છે. સફેદ મોર માંથી મળી આવતા મોરપીછ સફેદ રંગના હોય છે.

ઘરમાં મોરપીછ રાખવું ખુબ જ શુભ ફળ આપે છે, આજે અમે તમને એના લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ ઘરમાં મોરપીછ નું હોવું જરૂરી શા માટે માનવામાં આવે છે.

નકારાત્મક ઉર્જા થાય છે દુર :- ઘર માં મોરપીછ રાખવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો એક મોરપીછ મુખ્ય દ્વાર નજીક રૂમમાં રાખી દેવું. એવું કરવાથી નકારાત્મક ઉર્જા નો નાશ થઇ જશે.

સકારાત્મક ઉર્જા બને :- ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે મોરપીછ ના આ ઉપાય ને જરૂર કરવા જોઈએ. આ ઉપાય દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર ની સાથે મોરપીછ જરૂર લગાવવું જોઈએ. એવું કરવાથી સકારાત્મક ઉર્જા બની રહેશે. એ સિવાય ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન શ્રીગણેશની મૂર્તિની સાથે બે મોરપીછ પણ રાખવા, જેનાથી સકારત્મક ઉર્જાનો વાસ ઘરમાં બની રહે છે.

જીવ જંતુ નથી કરતા પ્રવેશ :- ઘરના મુખ્ય દરવાજા પર મોરપીછ લગાવવાથી ઘરમાં જીવ જંતુ પ્રવેશ કરતા નથી. ઘરમાં ગરોળી હોય તો ઘરમાં જો મોરપીછ રાખવામાં આવે તો ગરોળી ઘરમાંથી નીકળી જાય છે અને બીજી વાર ઘરમાં પ્રવેશ કરતી નથી.

અભ્યાસમાં લાગે મન :- જો બાળકો નું મન અભ્યાસ માં ન લાગતું હોય તો આ ઉપાય કરવાથી વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. બાળકોના પુસ્તકમાં મોરનું એક પીંછું હંમેશા રાખી મૂકવું જોઈએ. આ ઉપાયથી દિવસેને દિવસે અભ્યાસમાં પ્રગતિ થશે અને અભ્યાસ માં મન લાગશે.

નજર લાગવાથી બચવું :- નાના બાળકો ને ઘણી વાર કોઈ કારણસર નજર લાગી શકે છે. જો બાળકો ને હાથ માં મોરનું પીછું બાંધી દેવામાં આવે તો એને નજર લાગતી નથી.

આકર્ષણ શક્તિ વધારે :- આકર્ષણ શક્તિ વધારવા માટે હંમેશા તમારી પાસે એક મોરપીછ રાખવું જોઈએ. એક મોરપીછને પીળા રેશમી કપડામાં મૂકી બાંધી દેવું અને હંમેશા એને તમારી પાસે રાખવું. આવું કરવાથી તમારી આકર્ષણ શક્તિ માં વધારો થાય છે.

બગડેલા કામ થાય છે પુરા :- તમારા બગડેલા કામ ને પુરા કરવા માટે કોઈ મંદિર માં જઈને મોરપીછ ને શ્રીરાધા અને કૃષ્ણ ની મૂર્તિ વચ્ચે રાખી દેવું અને પછી એને ઘરે લઇ આવવું. આવું કરવાથી તમામ બગડેલા કામ બની જશે.

વાસ્તુ દોષ રહેશે યોગ્ય :- ઘરમાં વાસ્તુ દોષ રહેલો હોય તો ઘરના આગ્નેય ખૂણા માં મોરપીછ મૂકી દેવું. આ ઉપાય કરવાથી ઘરનું વાસ્તુ યોગ્ય થઇ જશે, અને સુખ સમૃદ્ધિ આવશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *