જો તમે કાયમ મોડી રાત્રે જમવાની ટેવ હોય તો તે તમારા માટે છે નુકશાન કારક, તેનાથી હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા વધી જાય છે

જો તમે કાયમ નાઇટ ડયૂટી કરતા હોવ અથવા મોડી રાત્રે જમવાની ટેવ હોય તો એક ચેતવણીરૃપ સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે ભરપેટ જમવાથી હદયરોગ અને ડાયાબિટીસનો હુમલો આવવાની સૌથી વધુ શક્યતા છે.

તાજેતરમાં થયેલા એક સરવેમાં આ હકીકત સામે આવી છે. લોહીમાં ફેટનું પ્રમાણ વધવાથી તેને આગળ વધવામાં મુશ્કેલી પડે છે.

જેના કારણે ડાયાબિટીસનો હુમલો આવી શકે છે. બપોર પછી સમય કરતા મોડું જમવાથી લાંબાગાળે માંદગીનો ભોગ બનવું પડે છે.

જે સમયે આંતરડા સુસ્ત હોય અથવા બોડી સાઇકલમાં કોઇ અન્ય પ્રોસેસ ચાલુ હોય ત્યારે કોઇ ફૂડ શરીરમાં આવે ત્યારે શરીરના અંદરના ભાગને જમવાનું પચાવવામાં તકલીફ પડે છે. જે કંઇ પણ જમવાનું શરીરમાં જાય છે તેમાંથી સૌથી પહેલા ફેટ છૂટુ પડે છે.

જે લોહીમાં સીધુ ભળી જાય છે. ટ્રગ્લીસેરાઇડ નામનું તત્ત્વ લીવરમાં રહીને આ કામ કરે છે. જે આવશ્યક લોહી હદય અને પોષકતત્ત્વો દિમાંગ સુધી પહોંચવા જોઇએ તેમાં અવરોધ પેદા થાય છે.

સ્વાદુપિંડ પર માઠી અસર થાય છે. લોહી સંબંધિત બીમારીઓ વધતા ડાયાબિટીસનું જોખમ વધે છે.

રાત્રે મોડું જમવું રાત્રિનું જમવાનું વહેલું લેવાની આદત પાડવી જોઈએ.સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જે લોકો રાત્રે મોડું ભોજન કરે છે તેઓ ઓવર ઇટીંગ કરતા હોય છે.

જેથી જરૂરત કરતા વધારે ભોજન આપણા શરીરમાં ચરબી બનાવી શકે છે.માટે જો તમે તમારા વજનને કંટ્રોલમાં લાવવા માંગો છો તો રાત્રીનું ભોજન વહેલું કરી લેવું.

રિસર્ચમાં એક એવી વાત પણ સામે આવી કે, જે લોકો સવારના સમયે નાસ્તો કરે છે તેમનામાં બીમારીનું પ્રમાણ નહિવત્ જોવા મળ્યું. સવારના સમયે ભરપેટ ભારી નાસ્તો કરવાથી બોડી સાઇકલને પૂરતું ઇંધણ મળે છે.

જેથી તે દિવસભર આપણને દોડતા રાખે છે. જે લોકો નાઇટશિફ્ટ કરે છે તેઓ સવારે નાસ્તો કરે તો બોડી સાઇકલને આગળ વધવામાં મુશ્કેલી ઊભી થાય છે.

સ્પેનની બાર્સેલોના ઈન્સિટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ (ISGlobal)ના એક સર્વે મુજબ જો રાત્રે ઊંઘવાના 2 કલાક પહેલા અથવા 9 વાગ્યા પહેલા તમે ભોજન કરશો તો પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરનંન જોખમ ઘટી શકે છે.

આ સ્ટડીમાં રિસર્ચરો દ્વારા 10 વાગ્યા પછી ભોજન કરતા અને 9 વાગ્યા પહેલા ભોજન કરતા લોકો પર અધ્યન કરી સરખામણી કરી હતી.

જેમાં તેમને ચોંકવાનારા પરિણામો મળ્યા. આ સર્વેમાં જાણવા મળ્યું કે 9 વાગ્યા પહેલા જમતા લોકોમાં આ ગંભીર રોગોનું જોખમ 20 ટકા ઓછું જોવા મળ્યું.

ડિનર પૌષ્ટિક, હળવું અને સમયસર હોવું જોઈએ. આ સ્ટડી કરનારા પ્રોફેસરે જણાવ્યું કે,’અમારા રિસર્ચમાં સામે આવ્યું કે કેન્સરના દર્દીઓને મોડી રાત્રે જમાવાની આદત હતી.

એક્સપર્ટનું કહેવું છે કે જે લોકો નાઈટ શિફ્ટમાં કામ કરે છે અને જેમને ઊંઘ ન આવવાની બિમારી હોય તેવા લોકોને પ્રોટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે રહે છે.

સમયસર ભોજન ન કરવાની અસર લાઈફ સ્ટાઈલ અને જૈવિક લય પર પડે છે. જેના કારણે ગંભીર રોગ થવાની શક્યતા વધી જાય છે.

આવી ગંભીર બાબતોથી દૂર રહેવા માટેનો ઉપાય છે કે યોગ્ય સમયે ભોજન કરવું. દિવસનું છેલ્લું ભોજન પૌષ્ટિક, હળવું અને સમયસર હોવું જોઈએ.

આ સ્ટડી કરનારા પ્રોફેસરે જણાવ્યું કે,’અમારા રિસર્ચમાં સામે આવ્યું કે કેન્સરના દર્દીઓને મોડી રાત્રે જમાવાની આદત હતી. એક્સપર્ટનું કહેવું છે કે જે લોકો નાઈટ શિફ્ટમાં કામ કરે છે અને જેમને ઊંઘ ન આવવાની બિમારી હોય તેવા લોકોને પ્રોટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે રહે છે.

સમયસર ભોજન ન કરવાની અસર લાઈફ સ્ટાઈલ અને જૈવિક લય પર પડે છે. જેના કારણે ગંભીર રોગ થવાની શક્યતા વધી જાય છે. આવી ગંભીર બાબતોથી દૂર રહેવા માટેનો ઉપાય છે કે યોગ્ય સમયે ભોજન કરવું. દિવસનું છેલ્લું ભોજન પૌષ્ટિક, હળવું અને સમયસર હોવું

જમ્યા બાદ રાત્રે મોડે સુધી જાગવું ઘણા લોકોને જમ્યા બાદ રાત્રે મોડે સુધી જાગવાની આદત હોય છે.લગભગ મોટા ભાગના જમ્યા બાદ મોડે સુધી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે.જો તમે પણ આવું કરો છો તો આજે જ આ આદતને છોડો.

કારણ કે રાત્રે મોડા સુધી જાગવાથી બરાબર ઊંઘ નથી આવતી અને પરિણામે તેની સીધી અસર આપણી પાચન શક્તિ પર પડે છે.ખાધેલો ખોરાક બરાબર પચતો નથી પરિણામે અજાણતા તે આપણા વજન વધવાનું સૌથી મોટું કારણ બને છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *