માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના જીવનકાળ દરમ્યાન બને છે. દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેને કોઈ દિવસ માથું ન દુખ્યું હોય.ઘણાં લોકો સવારે જાગે ત્યારે તો ફ્રેશ ફીલ કરે છે પણ આખો દિવસ કામ કર્યા બાદ સાંજ થતાં જ થાકી જાય છે અને માથાનો દુખાવો શરૂ થઈ જાય છે.
મોટાભાગનાં કિસ્સામાં અન્ય રોગ, શારીરિક અનિયમિતતા અથવા સ્ટ્રેસને કારણે થતું લક્ષણ માત્ર હોઈ શકે છે. આખા દિવસની ભાગદોડ અને કામના ભારને કારણે ઘણાં લોકો સાંજે માથાનો દુખાવો થતો હોય છે. આજના સમયમાં લોકોને ટેન્શનની સમસ્યા વધુ થાય છે.આ સિવાય લોકોને થાક પણ વધુ રહે છે. જેના કારણે આ સમસ્યા થાય છે.
ઘણી વખત માથામાં હથોડા વાગતા હોય એવો પણ ભાસ થઈ શકે છે.અન્ય કારણોથી પણ આવું થઈ શકે છે. જેમાં લોકો ઘણી અલગ-અલગ દવાઓ ખાતાં હોય છે. જેનાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. તેની જગ્યાએ તમે ઘરેલૂ ઉપાયો અપનાવી શકો છો.શિયાળામાં માથાનો દુખાવો મોટાભાગના લોકોને થાય છે.
તેના માટે સૂંઠનો પાઉડર બહુ જ ફાયદાકારક છે. તેના માટે સૂંઠના પાઉડરને પાણીમાં મિક્સ કરી તેનો લેપ માથા પર લગાવો. તેનાથી દુખાવામાં આરામ મળશે માથાના દુખાવાની સમસ્યામાં માટે મીઠામાં લવિંગનો પાઉડર મિક્સ કરીને દૂધમાં પા ચમચી મિક્સ કરીને પીવો.તેનાથી ઝડપથી માથાનો દુખાવો દૂર થશે.
જો તમારી પાસે સમય ના હોય તો અચાનક માથાનો દુખાવો ઉપડે તો ફટાફટ 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને પી લો. દર્દમાં રાહત મળશે. પેટમાં ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.તુલસી અને આદુનો ઉપાય પણ સાંજે થતાં માથાના દુખાવામાં બહુ જ ફાયદાકારક છે. તેના માટે તુલસી અને આદુને સાથે પીસીને તેનો રસ કાઢી તેને માથા પર લગાવો. તેનાથી રાહત મળશે.
Leave a Reply