ભારતમાં માતા લક્ષ્મીના આ પ્રસિદ્ધ મંદિરની છે ખુબ જ માન્યતા, જાણો વિસ્તારમાં..

હિંદુ ધર્મગ્રંથો અને પુરાણો માં ધન અને સમૃદ્ધી ની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી અથવા લક્ષ્મીને માનવામાં આવ્યા છે. મહાલક્ષ્મી ની પૂજા અને આરાધના માટે એમ તો પુરા દેશ માં અનેક મંદિર છે, પરંતુ આ છે ભારત ના પ્રખ્યાત વિષ્ણુપ્રિય લક્ષ્મીજી મંદિર જ્યાં ધન અને સમૃદ્ધી ની મન્નતો માટે પૂરી દુનિયા ભરથી શ્રદ્ધાળુ આવે છે.

મહાલક્ષ્મી મંદિર, કોલ્હાપુર :- મહારાષ્ટ્ર ના કોલ્હાપુર માં સ્થિત મહાલક્ષ્મી ને ભારત નું સૌથી પ્રસિદ્ધ લક્ષ્મી મંદિર માનવામાં આવે છે. ઈતિહાસ જોઈએ તો આ મંદિર નું નિર્માણ સાતમી સદી ચાલુક્ય વંશ ના શાશક કર્ણદેવ એ કરાવ્યું હતું. માન્યતા છે કે અહિયાં લક્ષ્મી પ્રતિમા લગભગ ૭૦૦૦ વર્ષ જૂની છે આ મંદિર ની સૌથી મોટી વિશેષતા એ છે કે અહિયાં સૂર્ય ભગવાન એમના કિરણો થી સ્વયં દેવી લક્ષ્મી નું પદ અભિષેક કરે છે.

શ્રીપુરમ નું સ્વર્ણ મંદિર :- ભારત ના દક્ષીણ માં તમિલનાડુ ના વેલ્લુ જીલ્લા ના શ્રીપુરમ ગામ માં નવું શ્રી મહાલક્ષ્મી મંદિર ને દક્ષીણ ભારત નું સ્વર્ણ મંદિર ના રૂપ થી ઓળખવામાં આવે છે. ૧૦૦ એકર માં ફેલાયેલું આ મંદિર પહેલા નાના વ્યક્તિઓ ને દર્શન માટે બંધ હતું, જે ૨૦૦૭ માં બધા માટે ખોલવામાં આવ્યું હતું. આ ભારત નું સૌથી મોટું સ્વર્ણ મંદિર છે. એમાં દર્શન કરવાથી સખ્ત નિયમ છે જેનું પાલન દર્શનકર્તા ને કરવા પડે છે.

લક્ષ્મીનારાયણ મંદિર, નવી દિલ્લી- ભારત ની રાજધાની નવી દિલ્લી માં સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર માં દેવી લક્ષ્મી એમના સ્વામી ભગવાન વિષ્ણુ ની સાથે વિરાજિત છે. આ મંદિર નું નિર્માણ ઈ.સ.વી ૧૬૨૨ માં વીરસિંહ દેવ એ કરાવ્યું પછી જીર્ણોદ્ધાર અને પુનરુદ્ધાર સન ૧૯૩૮ માં ઉદ્યોગપતિ જી.ડી. બિરલા દ્વારા કરવામાં આવ્યું હતું. અહિયાં પ્રસિદ્ધ તહેવાર દિવાળી પર વિશેષ પૂજા કરવામાં આવે છે.

મહાલક્ષ્મી મંદિર, મુંબઈ- મુંબઈ નું મહાલક્ષ્મી મંદિર આ શહેર ના સર્વાધિક પ્રાચીન મંદિરોમાં થી એક છે. આ મંદિર અરબ સાગર ના કિનારે બી.દેસાઈ માર્ગ પર સ્થિત છે. અહિયાં દરેક દિવસે શ્રદ્ધાળુઓ ની ખુબ ભીડ જોવા મળે છે. અને અનેઈ આસ્થા નું કેન્દ્ર છે. મહાલક્ષ્મી મંદિર માં મહાલક્ષ્મી ની સાથે દેવી મહા કાળી તેમજ મહા સરસ્વતી ની પ્રતિમાઓ એક સાથે વિદ્યમાન છે. આ ત્રણેય દેવી શક્તિઓ ભક્તો ના દરેક દુખ ને દુર કરવામાં સહાયક છે.

પદ્માવતી મંદિર, તીરુચુરા- પદ્માવતી લક્ષ્મીજી નું એક જ નામ છે જેનો અર્થ છે કમળ થી ઉત્પન્ન થવા વાળી. આંધ્રપ્રદેશ માં તિરુપતિ ની પાસે તીરુચુરા નામનું એક ગામ છે. આ ગામ માં દેવી પદ્માવતી નું સુંદર મંદિર સ્થિત છે. લોક માન્યતા છે કે તિરુપતિ બાલાજી ના મંદિર માં માંગેલી મન્નતો ત્યારે પૂરી થાય છે જયારે શ્રદ્ધાળુ વેંકેટેશ્વર ની સાથે સાથે દેવી પદ્માવતી ના દર્શન કરી લે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *