માસિકધર્મ દરમિયાન જો તમને પણ આ સમસ્યા થાય છે તો જાણો એનાથી છુટકારો મેળવવાના ઉપાય

માસિકધર્મ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ થાય છે. મહિલાઓને દરેક મહિને માસિક ધર્મ માંથી પસાર થાવું પડે છે. આ દરમિયાન મહિલાના વર્તનમાં ઘણા ફેરફારો જોવા મળે છે. પીરીયડના દીવસોમા મહિલાઓમાં બોડી પેઇનની ફરિયાદ એક સામાન્ય વાત છે. આ તકલીફ ફક્ત બ્લીડીંગ અથવા શરીરમાં દર્દ સુધી જ સીમિત નથી, પરંતુ ક્યારેક ક્યારેક પેડ લગાવવાના કારણે રેશેજ ની સમસ્યા નો સામનો કરવો પડે છે. જો તમને પણ એવી સમસ્યા થાય છે તો ચાલો જાણી લઈએ એનાથી છુટકારો મેળવવાના ઉપાય વિશે.

સારા સેનેટરી પેડનો ઉપયોગ કરવો :- તમારી ત્વચાની સુરક્ષા એ પાત ઉપર પણ નિર્ભર કરે છે કે તમે કઈ કંપનીનું સેનેટરી પેડ વાપરો છો. ક્વોલિટીના મામલા માં તમે બેપરવાહ ન થાઓ. તમે સારા સેનેટરી પેડનો ઉપયોગ કરો કે જે આરામદાયક અને સોફ્ટ હોય. એ જેટલું સોફ્ટ હશે એટલા રેશેઝ થવાનો ખતરો ઓછો રહેશે.

સમય સમય પર પેડ બદલવું :- તમારે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સમય પર પેડને બદલતું રહેવું જોઈએ. કારણકે તેમાં બેક્ટીરિયા થઇ જાય છે અને તે તમારી  સમસ્યાનું કારણ બની શકે છે. એટલા માટે હંમેશા પ્રયત્ન કરવો કે પેડ ને દરેક ચાર થી પાઁચ કલાકે બદલી લેવું. એમ કરવાથી રેશેઝ થવાની સંભાવના ઓછી થશે.

કોટનની પેન્ટી પહેરવી :- તમે આ દિવસોમાં કોશિશ કરો કે તમે એવા કોઈ કપડાં ન પહેરો જેનાથી ત્વચાને તકલીફ થાય. તમે કોટનની પેન્ટી પહેરો અને જીન્સ પહેરવાથી બચો. એનાથી રેશેઝ થવાની સંભાવના ઓછી થાય છે, એની સાથે દુખાવાથી પણ રાહત મળશે.

હાઇજીન બનાવી રાખો :- હંમેશા તમારા યોનિમાર્ગની આજુબાજુ ના હિસ્સાને સાફ રાખવું. તેનાથી જે પણ જંતુઓ ઉત્પન્ન થઇ રહ્યા હોય તો તે નષ્ટ થઇ જાય છે. પ્રયત્ન કરવો કે આ દિવસોમાં તમારે યોનિમાર્ગની આજુબાજુના હિસ્સામાં સાબુ ન લગાડવો. આમ કરવાથી રેશેઝ થવાનો ખતરો વધી જાય છે. તમે આ દિવસોમાં ગરમ પાણીથી યોનિમાર્ગ અને તેની આજુબાજુના હિસ્સાને સાફ રાખી શકો છો.

પાવડરનો ઉપયોગ કરવો :- તમે પાવડરનો ઉપયોગ કરો કે જેનાથી યોનિમાર્ગની આજુબાજુનો હિસ્સો સૂકો રહે. એટલે જ તમે યોનિમાર્ગની આસપાસ અને જાંઘો ઉપર પાવડર લગાડો. કોશિશ કરો કે તમે ટેલકમ પાવડર ની જગ્યાએ એન્ટિસેપ્ટિક પાવડર નો ઉપયોગ કરો, કેમ કે તે બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago