આજે આપણે સોયાબીનના ફાયદા વિશે જાણીશું. સોયાબીન ઘણી બીમારી દૂર કરે છે. કારણ કે, સોયાબીનમાં મોટા પ્રમાણમાં પ્રોટીન રહેલુ છે.
જે દૂધ, ઈંડા અને માંસમાં રહેલા પ્રોટીન કરતા વધુ પ્રમાણમાં હોય છે. આ સિવાય વિટામિન બી, મિનરલ્સ, વિટામિન ઈ, કોમ્પ્લેક્સ, એમીનો એસિડ જરૂરી માત્રા માં મળી આવે છે. જેના કારણે અનેક સમસ્યાઓની સારવારમાં ફાયદાકારક છે.
શાકાહારી લોકો માટે છે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત – જે લોકો શાકાહારી છે એમને માટે સોયાબીન એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તેઓ કાયમ પ્રોટીનયુક્ત ખોરાકની શોધમાં હોય છે.
એમના માટે સોયાબીન એ શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. માંસાહારી વ્યક્તિઓ પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે માછલી, ઈંડા, માંસનું નો આહારમાં સમાવેશ કરે છે.
પણ જો શાકાહારી લોકો સોયાબીનને આહારમાં સામેલ કરે તો ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. કારણ કે સોયાબીનમાં માછલી, દૂધ, ઈંડા કરતા બમણાં પ્રમાણમાં પ્રોટીન રહેલું છે.
સોયાબીનમાં રહેલા મુખ્ય ઘટકો – સોયાબીન એ પ્રોટીનનો ખુબ જ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. એ સિવાય તેમાં કાર્બોહાઇડ્રેટ અને ચરબી પણ સારા પ્રમાણમાં રહેલા છે.
સોયાબીનમાં પ્રોટીન 36 5 ગ્રામ, 22 % તેલ, 21 % કાર્બોહાઇડ્રેટ, 12 ટકા ભેજ ને 5 % રાખ સામેલ છે.
દૂધ, ઈંડા અને સોયાબીનમાં રહેલું પ્રોટીનનું પ્રમાણ – સોયાબીન ( 100 ગ્રામ ) 36.5 %
એક ઈંડુ ( 100 ગ્રામ ) 13 %
માંસ ( 100 ગ્રામ ) 26 ગ્રામ
દૂધ ( 100 ગ્રામ ) 3.4 %
નિષ્ણાત મુજબ – ડાયટ એક્સપર્ટ રંજના સિંહના જણાવ્યા પ્રમાણે શરીરની અલગ અલગ પ્રકારની જરૂરિયાતો પૂરી કરવા માટે સોયાબીન ખાવા જોઈએ એ અનેક રોગોની સારવારમાં ખૂબ ઉપયોગી બને છે.
એ ઉપરાંત વાળની કોઇ પણ તકલીફ હોય તો બચ્ચા ની તકલીફ કે પછી શારીરિક વિકાસ એમાં પણ સોયાબીન ફાયદાકારક અને ઉપયોગી છે.
કેટલા પ્રમાણમાં સોયાબીન ખાવા જોઈએ – સામાન્ય રીતે દિવસ દરમિયાન 100 ગ્રામ સોયાબીન ખાવા જોઈએ. સો ગ્રામ સૂર્ય સોયાબીનની 36.5 ગ્રામ પ્રોટીનનું પ્રમાણ રહેલું હોય છે. એનાથી પ્રોટીનની ઉણપ દૂર થાય છે.
સોયાબીનથી થતા ફાયદા – હાડકા મજબૂત બને છે.
– સોયાબીનમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ઘણા બધા પ્રકારના કેન્સરને રોકવામાં પણ ફાયદાકારક બની રહે છે.
– શરીરના કોષોમાં વિકાસ થાય છે અને ક્ષતિ પામેલા કોષો ને ફરીથી સાજા કરે છે.
– માનસિક સંતુલન વ્યવસ્થિત કરીને મગજને વધુ સક્રિય બનાવે છે.
સોયાબીન ખાવાની પદ્ધતિ –
– રાત્રે 100 ગ્રામ સોયાબીનને પાણીમાં પલાળવા.
– સવારે ઊઠીને તમે નાસ્તામાં એને ખાઈ શકો છો.
– અથવા એનું શાક પણ બનાવીને ખાઈ શકાય છે.
Leave a Reply