આરોગ્ય

મસાલા વાળો ખોરાક ખાઈને પછી થતી એસિડીટીની સમસ્યા દુર કરવા આ ઈલાજ છે રામબાણ…

જો કોઈપણ વ્યક્તિના શરીરમાં વાત કફ અને પિત્તનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાઇ રહે તો તે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકે છે. પરંતુ જો આ ત્રણમાંથી એક પણ વસ્તુ નું સંતુલન બગડે તો તેમની તબિયતમાં ખૂબ જ વધારે પ્રમાણને મુશ્કેલી આવી શકે છે.

આયુર્વેદમાં આ સમસ્યાના નિરાકરણ માટે ઘણા બધા ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો અજમાવીને તમે શરીર માટે ઉદ્ભવતી સમસ્યા દૂર કરી શકો છો. આ ઉપાયને કુંજલ ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપાય અજમાવવા માટે વિવિધ પદ્ધતિ જાણીએ.

સૌપ્રથમ એક વાસણમાં તમારે શુદ્ધ પાણી લેવાનું છે. ત્યારબાદ તે પાણી ગરમ કરી લેવાનું છે. ત્યાર બાદ તમારે કાગ આસનમાં બેસવાનું છે. હવે તે જ સ્થિતિમાં ગરમ કરેલું પાણી નું સેવન કરવાનું છે. ત્યાર બાદ ઊભા થઈને 90 degree ખૂણો બને તેમ આગળ તરફ  આવવાનું છે.

ત્યારબાદ હાથને પેટ ઉપર રાખી અને જમણા હાથની બે ત્રણ આંગળી ના પાછળ જીભ ના ભાગ તરફ જવા દેવી આ રીતે તમારે ઉલટી કરવાની છે. આમ આમ કરવાથી પીધેલું દરેક પાણી મોઢાની બહાર નીકળી જાય છે. જ્યાં સુધી બધું પાણી બહાર ન નીકળી જાય ત્યાં સુધી મોઢામાં આંગળી નાખીને ઉલટી કરતા રહેવું.

આ બધું પાણી બહાર કાઢવાનો પ્રયાસ પ્રયત્ન કરવો. આ ઉપાય અજમાવવાથી તમારા પેટ અત્યંત સ્વસ્થ થઈ જશે. પેટ નો કચરો જે પચ્યા વગરનો આહાર છે. તે પેટની બહાર આવી જશે.  મોઢાં દ્વારા તે ઊલટી મારફતે પેટની બહાર આવશે અને આ પછી પચ્યા વગરનો આહાર શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન કરતું હોય છે.

જો પેટમાંથી કડવું કે ખાટું પાણી નીકળે ત્યારે સમજવું કે પેટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પચ્યા વગરનો ખોરાક રહે છે. જ્યારે આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય છે. ત્યારે બધું પાણી પેટની બહાર નીકળી જાય છે. ત્યારે મોઢામાં કોગળા કરી અને એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવું.

આમ કરવાથી પેટ એકદમ સ્વસ્થ થઈ જશે અને જ્યારે પણ પેટમાં દુખાવો થાય પેટમાં કબજિયાત, એસિડિટી, વગેરે સમસ્યા માં રાહત મળશે. જયારે પણ ગેસ ની તકલીફ થાય ત્યારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવું. આમ કરવાથી પેટની એકદમ સફાઈ થઈ જશે.

જો કોઈપણ વ્યક્તિને પિતની સમસ્યા વધારે હોય તો તે વ્યક્તિ આયોડીનયુક્ત નમક નો ઉપયોગ ના કરવો જોઈએ. તે ઉપરાંત તે વ્યક્તિએ તળેલું આહાર કે બહારના ફાસ્ટફૂડનું સેવન ન કરવું જોઈએ. તે વ્યક્તિ નિયમિત રીતે ગાયના ઘીની એક ચમચી ને સવારે સેવન કરવું જોઇએ.

ગાયનું ઘી એક સંપૂર્ણ આહાર તરીકે માનવામાં આવે છે. જો તમે નિયમિત રીતે ગાયના ઘીનું સેવન કરતા હોવ તો તેમાં ખાસ કરીને પેટની સમસ્યા દૂર કરવા માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

તે ઉપરાંત છાશ પીતી વખતે નિમક જગ્યાએ સંચળ નો ઉપયોગ કરવો સંચળ વાળી છાસનું સેવન કરવાથી પેટમાં રહેલી ગેસ અને એસીડીટી ની સમસ્યામાં રાહત મળે છે. તે ઉપરાંત આ વ્યક્તિએ આમળા માંથી બનાવેલું શરબત નું સેવન કરવું.

આમળા માંથી બનાવેલા શરબતના સેવનથી પેટની સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે.  આ માટે આમલા રાત્રે પલાળી રાખવા ત્યારબાદ સવાર સવારમાં પલાળેલા આમલાની ખમણી અને ક્રશ કરી નાખવા. ત્યારબાદ તેમાં વાટેલું જીરું અને સાકર મીશ્ર કરી તેનું શરબત બનાવવું. તેનું સેવન કરવું.

આ શરબતનું સેવન કરવાથી એસીડીટીની સમસ્યાથી રાહત મળશે. તે ઉપરાંત દૂધમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે. તે એસિડિટીને નાશ કરવા માટે મદદરૂપ થાય છે. ઠંડુ દૂધ એસિડિટીને કારણે ગળા અને છાતીમાં થતી બળતરાને શાંત કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિને એસીડીટી થાય ત્યારે ઠંડા દૂધમાં થોડી સાકર અને ગુલકંદ મિશ્ર કરી અને પીવાથી તરત જ એસીડીટી શાંત થઈ જાય છે. વરિયાળી તાસીર માં એકદમ ઠંડી હોય છે. તેનું સેવન કરવાથી પિત્ત જેવા રોગમાં રાહત મળે છે.

તે ઉપરાંત હાથ-પગ કે છાતીમાં થતી બળતરા અને તે વરીયાળી દ્વારા ઠંડક પહોંચાડવામાં આવે છે. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટ્રી ઓક્સીડેન્ટગુણ હોય છે. તે આપણા શરીરમાં થતા કબજિયાતને દૂર કરે છે. અને પાચનતંત્રને મજબૂત કરે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago