શાસ્ત્રો મુજબ આ મંત્ર દ્વારા આર્થિક સ્થિતિને મજબુત કરી શકાય છે, જાણો એ મંત્રના બળ વિશે..

ધન એ આપણા દરેકની જરૂરત હોય છે. આપણે દરેક લોકોએ ઈચ્છતા હોઈએ છીએ કે આપણી પાસે ધન અને સંપત્તિ હંમેશા બની રહે. આર્થિક તંગીથી પરેશાન વ્યક્તિ દરેક સંભવ પ્રયાસ કરતો હોય છે, તે મહેનતથી પૈસા કમાવવા ની સાથે સાથે જ્યોતિષ અને અન્ય પંડિતો દ્વારા બતાવવામાં આવેલા ઉપાય પણ કરવાના પ્રયાસો કરતા હોય છે.

જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી અને તમારી આર્થિક પરેશાનીઓ દૂર થતી નથી, તો તેનું કારણ ગ્રહોમાં દોષ પણ હોઈ શકે છે. ઘરમાં ભગવાન વાસ્તુ ધનકુબેર અને માતા લક્ષ્મીની મૂર્તિ હોવી જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ. તેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ ને સુધારી શકાય છે

શાસ્ત્રોની વાત જાણો ધર્મ ની સાથે. :- સકારાત્મક દૃષ્ટિકોણ મોટામાં મોટી બાધાઓને દૂર કરી શકે છે. બીજા લોકોની નિંદા કરવાથી તે સૂર્યને પ્રભાવિત કરીને આપણા સન્માનને નષ્ટ કરી દે છે. બીજાની નિંદા કરવાથી ધન નું ડૂબવું અને નષ્ટ થઈ જવું જેવા યોગ બને છે. અને આર્થિક ક્ષતિ પણ થાય છે.

જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં વર્ણન  જોવા મળે છે કે બુધ ગ્રહ જ્ઞાનની સાથે સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કારક ગ્રહ પણ છે. તેમજ આ મંત્રોનું ધ્યાન કરવા વાળા વ્યક્તિઓનો આર્થિક પક્ષ ખૂબ મજબૂત હોય છે, અને કામકાજ માં વધારો થાય છે.

કહેવામાં આવે છે કે બુદ્ધ એ સૂર્ય દેવ ની નજીક નો ગ્રહ છે તેમજ બુધ ગ્રહ ને ઊર્જાવાન અને પ્રકૃતિ પ્રિય માનવામાં આવે છે. અને બુધ ગ્રહ ને લીલા રંગનો કારક ગ્રહ પણ માનવામાં આવે છે. શાસ્ત્રો માં એવું પણ માનવામાં આવે છે કે લીલો રંગ એ લોકોને જોડતો રંગ છે. તો બીજી તરફ આ રંગ ને પોતાના અધિકાર માટે સંઘર્ષ નું પ્રતીક પણ માનવામાં આવે છે.

આ કારણ છે કે આ મંત્રનો જાપ કરવાથી જાતક ને એક સાથે ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ એવા જ પ્રભાવશાળી મંત્ર વિશે જે મંત્ર નો જપ કરવાથી જાતક માં સહજતા ની સાથે સાથે ધ્યાન પ્રબળતા પણ આવે છે.

पीतमाल्यांबरधरः कर्णिकार समद्युतिः।
खड्गचर्मगदापाणिः सिंहस्थो वरदः बुधः।।

તમને જણાવી દઈએ કે બુધ ગ્રહ પર ભગવાન ગણેશની વિશેષ કૃપા છે. આટલું જ નહી  બુધ ગ્રહ નું પ્રતીક લીલો રંગ એ શ્રી ગણેશ જી નો  મનપસંદ રંગ માનવામાં આવે છે. તેને લીલી વસ્તુઓ ફળ પત્તા, પાનના પત્તા ની માળા વધારે પસંદ છે.

એટલા માટે કહેવામાં આવે છે કે ઉપર જણાવેલ આ મંત્રનો જાપ કરતી વખતે જો આ વસ્તુઓ ગણેશજીને અર્પિત કરવામાં આવે તો વધારે લાભ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આ મંત્રનો પાઠ દરરોજ કરવાથી વ્યવસાયમાં આવતી બાધાઓ સ્વયં દૂર થઈ જાય છે. શુભ પ્રસ્તાવો માં પ્રગતિ થાય છે. અટવાયેલ તમામ કાર્ય પૂર્ણ થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *