મહિલાઓએ ભૂલથી પણ સોનાના આભૂષણ પગમાં ન પહેરવા, નહિ તો આ દેવી થઇ જશે ગુસ્સે

આપણા હિન્દુ રિવાજોમાં ઘણી આવી બાબતો કહેવામાં આવી છે જેને સાંભળીને પછી તમેં આશ્ચર્યચકિત થઈ શકો છો પરંતુ આ એકદમ સાચી વાત છે. અપણા હિન્દુ રિવાજમાં કહ્યું છે કે સોનાના આભૂષણો ને ક્યારેય નાભિની નીચેની જગ્યાએ ન પહેરવું જોઈએ. સોનાને વિષ્ણુને સૌથી પ્રિય આભૂષણ માનવામાં આવે છે અને જ્યારે તમે સોના ને પગ પર પહેરો છો, ત્યારે વિષ્ણુ ભગવાન નું અપમાન માનવામાં આવે છે.

વિષ્ણુ ભગવાન ખૂબ ગુસ્સે થાય છે અને જો કોઈ પણ મહિલા છોકરી સોનાના આભૂષણો ને પગ માં પહેરે છે તો વિષ્ણુ ભગવાન  જલ્દી તેમના પર ગુસ્સે થઈ જાય છે અને આગામી સમયમાં તેને ઘણી વધારે મુશ્કેલીઓ આવે છે. સોની નો રંગ પીળો હોય છે અને પીળા રંગનો સીધો સંબંધ માં લક્ષ્મી સાથે છે જો તમે પગ નીચે સોનાની ધાતુ પહેરો છો તો તેથી મા લક્ષ્મીનું પણ અપમાન થાય  છે.

તેથી, તમારા માટે વધુ સારું એ છે કે તમે સોનાના ઝવેરાત કમરની ઉપર પહેરો અને કમરની નીચે ક્યારેય સુવર્ણ ઝવેરાત ન પહેરવા તે આપણી દેવી દેવતાઓનું અપમાન છે સાથે જ તમારે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેથી,તમે પગ મા કોઇ ઝવેરાત પહેરવા માનગો છો, તો તમે ચાંદિ ના ઝવેરાત પહેરો જે ઠંડક્નુ પ્રતીક માનવામા આવે છે.

પગમાં ચાંદી પહેરવાથી ખુબજ લાભ થાય છે. સાથે સાથે સ્ત્રી નો શૃંગાર પણ પૂર્ણ થાય છે. પગમાં તમે ચાંદીના ઝાંજર પહેરી શકો છો, પગની આંગળી માં વીટી કે કવડી પહેરી શકો છો.જો  માથામાં ચાંદીના અને પગમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે, તો આ પ્રકારના ઘરેણા ધારણ કરનારી મહિલાઓ ગાંડપણ કે કોઈ બીજા રોગોનો શિકાર બની શકે છે. એટલે કે માથામાં ચાંદી અને પગમાં સોનાના ઘરેણા ક્યારેય ન પહેરવા જોઈએ.

જુના સમયની સ્ત્રીઓ માથા ઉપર સોનું અને પગમાં ચાંદીના વજન વાળા ઘરેણા ધારણ કરીને લાંબુ જીવન જીવતી અને સુંદર બનીને રહેતી હતી. જો માથા અને પગ બન્નેમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે તો મસ્તિક અને પગ માંથી એકસરખી બે વિદ્યુત ધારાઓ પ્રવાહિત થવા લાગશે,

જેના એક બીજા સાથે ઘર્ષણથી જેવી રીતે બે રેલ ગાડીઓનું એક બીજા સાથે ટકરાવા જેવું નુકશાન થાય છે તેવી જ અસર આપણા આરોગ્ય ઉપર પણ થશે. જે પૈસાદાર કુટુંબની મહિલાઓ માત્ર સોનાના ઘરેણા વધુ ધારણ કરે છે અને ચાંદીના પહેરવા ઠીક નથી સમજતી, તે તેના કારણે જ કાયમી રોગથી ઘેરાયેલ રહે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *