આપણે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ કિસ્સા સાંભળ્યા છીએ કે ફર્જી એપ્લિકેશન લોકોને વધુ વ્યાજે પૈસા આપીને રિકવરી માટે ખૂબ જ હેરાન કરતા હોય છે. તેમજ હવે લોકોને છેતરવા માટે એક નવો રસ્તો શોધવામાં આવ્યો છે. તેમજ જે લોકોએ હવે લોન નથી લીધી તે લોકોને પણ લોન ભરવા માટેના મેસેજ કંપની દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. તો જાણો આ કઈ રીતે કરવામાં આવી રહ્યું છે.
આ રીતે કરવામાં આવી રહી છે છેતરપિંડી
છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર દેશમાં સાયબર સેલ ખૂબ જ એક્ટિવ જોવા મળી છે. તેમના જોડે ખૂબ જ કેસ આવી રહી છે કે જે લોકો એ હજુ લોન લીધી નથી તેમને પણ લોન ભરવા માટેના મેસેજ આવી રહ્યા છે. આ એક છેતરપીંડી નો ધંધો ચાલી રહ્યો છે. જેમાં જે લોકો લોન લેવા માટે ઈચ્છતા હોય તેમને ફાઈલ પ્રોસેસિંગ કરીને પૈસા ઢગી લેતા હોય છે. તેમજ બીજા લોકોને આજે છેલ્લો દિવસ છે લોન ભરવાનો નહીં તો તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે આવા પ્રકારની ધમકી વાળા મેસેજ મોકલવામાં આવે છે.
આ મેસેજમાં ધમકી આપવામાં આવે છે જો તમે લોન નહીં ભરો તો તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને જેની જાણ તમારા નજીકના સભ્યોને કરવામાં આવશે. એટલા માટે લોકો પોતાની ઈજ્જત સાચવવા અને પોલીસ સ્ટેશનમાં ન જવું પડે તે માટે તે લીંક ખોલીને પૈસા ભરી દેતા હોય છે.
જો તમે આ રોગથી બચવા માંગો છો તો તમારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે
જો તમારા મોબાઈલ પર આવા મેસેજ આવ્યો છે તો તમે તેના મેસેજને ઇગ્નોર કરો.
મેસેજ માં આપેલી લીંક ઉપર કોઈ દિવસ રીપ્લાય કે ક્લિક ન કરવું.
જો તમને આવા મેસેજ આવી રહ્યા છે તો તમારે તરત જ આ મેસેજ ડીલીટ કરી દેવા જોઈએ
પોતાની માહિતી અજાણી વ્યક્તિને કોઈ દિવસ આપવી જોઈએ નહીં
જો તમને વધુ પડતા આવા મેસેજ આવતા હોય તો તરત જ સાયબર સેલ નો કોન્ટેક્ટ કરો
Leave a Reply