દરરોજ સવારે ખાલી પેટે આ વસ્તુ લેવાથી લોહી શુદ્ધ કરવામાં થાય છે લાભદાયી

સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી રાખવા માટે મધ ખુબ જ ઉપયોગી છે, મધની તાસીર ગરમ હોય છે. એટલા માટે તેને ગરમ વસ્તુ સાથે ખાવાથી બચવું જોઈએ.ગરમ વસ્તુ સાથે લેવાથી તે પેટને ખરાબ કરે છે. એ ઉપરાંત પણ તમને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે અમે તમને મધ સાથે મિક્સ કરવાની વસ્તુ વિશે જણાવીશું, જેનાથી ઘણા ફાયદા થાય છે.

વજન ઉતારવા મધ સાથે લીંબુનો રસ :- મધ શરીરમાં જમા થયેલી ચરબી ને ઉતારવા માટેના હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે અને માટે જ વજન ઉતારવામાં મદરૂપ થાય છે. મધ ને હુફાળા પાણી સાથે તેમાં લીંબુ નો રસ ભેળવી ને લઈ શકાય છે.

લોહી શુદ્ધ કરવા :- મધ ને વિવિધ પીણા જેવા કે ચા અને કોફી માં પણ ખાંડ ની જગ્યા એ લઈ શકાય. આમ કરવાથી શરીર માં જતી સફેદ ખાંડ નું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ.મધ નો ઉપયોગ વિવિધ ઉકાળા માં પણ કરી શકાય છે. 2 ચમચી આદુના રસ માં 2 ચમચી મધ ઉમેરી ને દરરોજ સવારે ખાલી પેટે લેવાથી તે લોહી શુદ્ધ કરવામાં પણ લાભદાયી છે.

શરદી ઉધરસ માટે :- શરદી, ખાંસી, અસ્થમાં અને અપચા ની તકલીફો માં પણ 4 નાની ચમચી આદુ નો રસ , 2 નાની ચમચી મધ, 2 નાની ચમચી લીંબુ નો રસ ને પોણો કપ પાણી માં લેવાથી રાહત મળે છે.ઉનાળા ની ઋતુ માં મધ, તરબૂચ નો રસ, ફુદીના ના પાન, મીઠું, કાળા મરી તથા આદુ ના રસ ના મિશ્રણ ને પીવાથી ઠંડક મળે છે.

મધ માંથી મળે છે ઉર્જા :- મધ માં ૩૦% ગ્લુકોઝ અને ૪૦% ફ્રૂ ક્ટોઝ હોય છે. મધ એક સાદી સાકાર છે. તે સફેદ ખાંડ થી અત્યંત અલગ છે. આ ઉપરાંત તેમાં ફાઈબર, વિવિધ વિટામિન અને ખનીજ તત્વો પણ આવેલા છે. માટે જ તે ઉર્જા આપનાર છે અને લોહી માં સાકાર ના સ્તર ને પણ નિયંત્રિત કરવામાં ઉપયોગી છે.

પાચન ને બનાવે છેસરળ :- મધ કબજિયાત, પેટ નું ફૂલવું, તથા ગેસ ની તકલીફો ને ઘટાડવા માં મદદ કરે છે. તેની અંદર આવેલા પ્રો બાયોટિક બેક્ટેરિયા પાચન માં સહાય કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એલર્જી માં પણ રાહત આપે છે.

ત્વચા માટે અત્યંત ગુણકારી :- મધ ત્વચા ને મુલાયમ બનાવે છે. તેમાં આવેલી એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી સેપ્ટિક તથા એન્ટી બેક્ટેરિયલ ગણવત્તા ઓ ને લીધે તે ખીલ જેવી સમસ્યા ઓ મા પણ ઉપયોગી છે. એક ચમચી મધમાં 2 ચમચી કોપરા નું તેલ ઉમેરી ને ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરવો અને ત્યાર બાદ ઠંડા પાણી થી ચહેરો સાફ કરવો. મધ ચહેરા પર ના ખીલ ના ડાઘ ને પણ તે દૂર કરે છે. મધ ને દહીંમાં ભેળવી ચહેરા ઉપર લગાવવા થી ત્વચા સુંદર બને છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *