શું છે પેરાલીસીસ? જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય વિષે

પેરેલીસીસનો હુમલો એ એક એવી બીમારી છે જે ગમે ત્યારે આવી શકે છે. જ્યારે કોઈપણ અંગની સંવેદના નબળી હોય તો ક્યારેક જીંદગીભરનો વસવસો રહી જાય છે. પેરેલિસિસ એ મગજનો એક ગંભીર રોગ છે જેના મુખ્યત્વે બે પ્રકાર છે.80 % સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને તરત જ લકવાના લક્ષણો દેખાય છે. બાકીના 20% માં હેમરેજિક સ્ટ્રોક હોય છે જેમાં મગજમાં લોહીની નળી ફાટવાથી હેમરેજ થાય છે.

પેરાલીસીસ (લકવો) એટલે શું ? :- આપણા શરીરના ‘સ્નાયુ’ શરીરનું એક ખૂબ અગત્યનું અંગ છે. જેનાથી આખા શરીરનું હલનચલન થાય છે. સ્નાયુ અને સાંધા ના હલનચલનનો કંટ્રોલ માનવ શરીરની નર્વસ સિસ્ટમ ઉપર છે. આ નર્વસ સિસ્ટમથી સ્નાયુને અને સ્નાયુ તરફથી નર્વસ સિસ્ટમને સંદેશાની આપણે સતત થયા કરે છે. આ કામ નર્વસ સિસ્ટમના ‘ન્યુટોન’ નામના કોષથી થાય છે. કાંઈપણ કારણથી નર્વસ સિસ્ટમના ‘ન્યુટોન’ને ચેપ લાગે અથવા ઈજા થાય ત્યારે તેની અસર સ્નાયુ અને સાંધા ઉપર થાય અને તે વખતે સ્નાયુના હલનચલન પર અસર પડે. આ બધા સ્નાયુને અસર થાય તેને ‘લકવો’ અથવા પેરાલીસીસ કહેવાય.

પેરેલિસિસના મુખ્ય લક્ષણો :- પેરેલિસિસના હુમલો આવતા ચહેરો ત્રાંસો થવો, એક બાજુનાં હાથના હલનચલનમાં તકલીફ થવી, એક બાજુના પગમાં નબળાઈ અને ચાલવામાં તકલીફ, બોલવામાં તકલીફ જેમકે જીભ જાડી થવી, અસ્પષ્ટ ઉચ્ચારો, ચાલવામાં બેલેન્સ ના રહેવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી વગેરે છે. આમાંથી કોઈ પણ લક્ષણ અચાનક થાય તો તરત જ 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં દર્દીને લઈ પહોંચવું જરૂરી છે.

લકવો ના થાય માટે શું કરશો? :- મુખ્ય કારણ વજન વધારે હોય તે ઓછું કરવું, તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો, હિમોગ્લોબીન સારું રાખો, ચેપ ના લાગે માટે કસરત નિયમિત કરો, બ્લડપ્રેશર કાબુમાં રાખો, વારસાગત ડાયાબીટીસ માટે ખોરાકમાં ખાંડ બંધ કરો, સ્ત્રીઓ ગર્ભનિરોધ ગોળી લેવાની બંધ કરો, લોહીમાં કોલેસ્ટ્રોલ વધે નહીં તેવો ખોરાક લેશો.

તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણથી પણ પક્ષઘાતનું જોખમ રહેલું છે. વાયુ પ્રદુષણને કાબૂમાં રાખવું એ જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બને છે. જો વધારે પડતો એસીડીક તત્વો નું સેવન કરીએ તો એસીડ ની માત્રા વધી જાય છે. જે ધમનીઓ ના પ્રવાહ માં લોહી વહેતુ અટકાવે છે અને જેના કારણે પણ પેરેલીસીસ થઈ શકે છે.

લાલ મરચાં, ગોળ-ખાંડ, કોઈપણ અથાણું, દહીં, છાશ, એસીડીક ખોરાક, અળદ દાળ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ફળ માત્ર પપૈયું અને ચીકુ જ લેવુ, અન્ય તમામ ફળ ન ખાવા જોઈએ. પ્રારંભિક દિવસોમાં કોઈપણ માલીશ ટાળો. જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછા 60% તંદુરસ્ત ન થાય ત્યાં સુધી કોઈ માલીશ ન કરો.

 

Admin

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago