શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ઘણી સ્ત્રીઓ સુંદર નખ માટે હાથ તથા નખની સાજસંભાળની ખૂબ કાળજી લે છે. ઘણી છોકરીઓને એવી આદત હોય છે કે, તેઓ નખ ફેશનને કારણે વધારે તો છે પરંતુ પછી તેઓ નખની પૂરતા પ્રમાણમાં કાળજી રાખી શકતી નથી. જો તમે વધેલા નખની પ્રોપર રીતે કેર નથી કરતા તો તમારા નખ પીળા પડી જાય છે

અને પછી તે દેખાવમાં ખૂબ જ ગંદા લાગે છે.નખ લાંબા કર્યા પછી અનેક લોકોની એવી ફરિયાદ હોય છે કે, તેમના નખ ખૂબ જ જલદી તૂટી જાય છે અને સાથે ડ્રાય પણ થઇ જાય છે.પરંતુ શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

લાંબા સમય સુધી નખ રાખવાથી ચેપ અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.તેથી જ સમયે સમયે ઘરના વડીલો તમને નખ કાપવા સલાહ આપતા રહે છે.લાંબા અને ગંદા નખ સંભવિત રૂપથી પિનવર્મ્સ જેવા ચેપનું કારણ બની શકે છે. લાંબા અને ગંદા નખમાં વધુ ગંદકી અને જીવલેણ બેક્ટેરિયા હોય છે જેનાથી ગંભીર પરિણામ સ્વરૂપ ચેપ થઇ શકે છે.

નખમાં રહેલા બેક્ટેરિયા અને ગંદકીના સંચયને લીધે, ઘણા ખતરનાક બેક્ટેરિયા વધવા લાગે છે અને આ બેક્ટેરિયા પછી ભોજન દ્વારા પેટમાં જાય છે. જેના કારણે અનેક રોગો થવાનું જોખમ રહે છે. કેટલીકવાર, આ બેક્ટેરિયાને લીધે ઉલટી અને ઝાડા થવાની સમસ્યા પણ થાય છે.બાળકોના નખ નાના હોય છે.

પરંતુ બાળકોના નખ જ સૌથી વધુ ગંદા હોય છે. આ ગંદકીને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ થવા લાગે છે. આ જંતુઓ બાળકોના શરીરમાં ચેપનું જોખમ વધારે છે. ઘણી વખત, બાળકોને આ નખથી શરીરને ખંજવાળે તો આ ખંજવાળથી ઘણું નુકસાન થાય છે. તેથી, ધ્યાનમાં રાખો કે બાળકોના નખ સમયાંતરે કાપવા જોઈએ.

સાબુથી  હાથને સારી રીતે ધોઈ અને હાથ સાફ થઈ ગયા. બધા બેક્ટેરિયા હાથમાંથી બહાર નીકળી ગયા. પરંતુ એવું કંઈ નથી. કારણ કે નખમાં એકઠા થતાં બેક્ટેરિયા સરળતાથી દૂર થતાં નથી.તેથી એ આપણા બધા માટે સારું રહેશે કે સારા સ્વાસ્થ્ય માટે આપણે સૌએ સમય સમય પર નખ સાફ રાખવા અને કાપવા જોઈએ.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *