મનપસંદ વર માટે શિવ મંદિરે જઈને લાલ ચંદનની માળાથી 108 વાર કરો આ મંત્રના જાપ.

દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યા આવતી રહેતી હોય છે, જેમાંથી છુટકારો મેળવવા આ ઉપાય જલ્દી જ શુભ ફળ આપે છે. આજે તમને નવરાત્રીના ચમત્કારી ઉપાય વિશે જણાવીશું. ધન નૌકરી સ્વાસ્થય, સંતાન, લગ્ન, પ્રમોશન વગેરેની મનોકામના આ શુભ દિવસોમાં કરેલ ઉપાયથી પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપાય આ પ્રકારના છે.

ઈચ્છિત કન્યા (વહુ) માટે ઉપાય :- જે પણ શુભ સોમવાર આવે એ દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને ત્યાં શિવલિંગ પર દૂધ ,દહીં ,ઘી અને ખાંદ અ ચઢાવતા એને સારી રીતે સાફ કરો.પછી શુદ્ધ જળ ચઢવી અને આખા મંદિરમાં ઝાડૂ લગાવીને સાફ કરો. હવે ભગવાન શિવની ચંદન , પુષ્પ ,ધૂપ, દીપ અને નૈવૈધ્ય વગેરેથી પૂજા કરો.રાતના 10 વાગ્યે અગ્નિ પ્રગટાવીને ૐ નમ: શિવાય મંત્રના ઉચ્ચારણ કરતા ઘી થી 108 આહુતિ આપો.

ધન લાભ માટે ઉપાય :- ઉત્તરની દિશામાં મોઢું રાખી અને શાંત અને એકાંત રૂમમાં આસન લગાવી અને તેની ઉપર બેસી જવું. આસનની એકદમ સામે તેલના નવ દિપક પ્રગટ કરવા અને તેને સાધનાકાળ સુધી પ્રગટ કરી રાખવા. આ ૯ દીવા ની સામે તમે ચોખાની એક ઢગલી બનાવી અને તેની ઉપર શ્રી યંત્ર રાખી દેવું અને ફૂલ ધૂપ થી શ્રી હનુમાનની પૂજા કરવી. હવે આ યંત્રને મંદિરમાં એટલે કે પૂજાસ્થળ પર સ્થાપિત કરી દેવો અને બાકી બચેલી સામગ્રી ને નદીમાં પ્રવાહિત કરી દેવી આવું કરવાથી તમારી જિંદગીમાં ધનની કમી દૂર થઈ જશે અને નવી ખુશી જિંદગીમાં પ્રવેશ કરશે.

લગ્ન માટે :- પૂજા દરમિયાન શિવપાર્વતીનું એક ચિત્ર તમારા પૂજાસ્થળમાં મુકો અને એમની પૂજા કર્યા પછી નીચે લખેલા મંત્રના 3 , 5 કે 10 માળા જાપ કરો . જાપ પછી ભગવાન શિવજીને લગ્નમાં આવતી મુશ્કેલીઓ માટે પ્રાર્થના કરો.

મંત્ર :- ૐ શં શંકરાય સકલ -જન્માર્જિત -પાપ-વિધ્વંસનાય

પુરૂષાર્થ-ચતુષ્ટ-લાભાય- ચ પતિ મે દેહી કુરુ-કુરુ સ્વાહા

બરકત વધારવા માટે :- કોઈ પણ શુભ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડામાં તમારી સામે મોતી-શંખને મુકી અને એના પર કેસરથી સ્વાસ્તિકના ચિહ્ન બનાવી લો . એ પછી નીચે લખેલા મંત્રના જાપ કરો “શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્‍મનયૈ નમ” મંત્રના જાપ સ્ફટિકથી જ કરો. મંત્રોચ્ચારના સાથે એક -એક ચોખા આ શંખ પર નાખો આ વાતનુંધ્યાન રાખો કેચોખા તૂટેલા ન હોય. આ પ્રયોગ સતત નવ દિવસ સુધી કરો.

આ રીતે રોક એક માળા જાપ કરો. એ ચોખાને એક સફેદ રંગના કપડાની કોથળીમાં મુકો અને 9 દિવસ પછી ચોખા સાથે શંખને પણ આ કોથળીમાં મુકીને તિજોરીમાં મુકો. આ ઉપાયથી ઘરને બરકત વધી શકે છે.

નોકરી મેળવવા માટે :- અષ્ટમીના દિવસે તમે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું અને સફેદ રંગ ના આસન પર પૂર્વ દિશામાં મોઢું રાખીને બેસી જવું. આ આસન ની સામે એક પીળા કપડાંને પણ રાખો અને તેની ઉપર 108 મણકા વાળી માળા રાખી દેવી. માળાને ધૂપ, દિપક અને અગરબત્તી થી આ મંત્ર અને ૩૧ વખત જાપ કરવો. ‘ऊं ह्लीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा’.

સળંગ ૧૧ દિવસ પૂજા કરવાથી આ માલા સિદ્ધ થઈ જશે. હવે તમે કોઈપણ ઇન્ટરવ્યૂમાં જતા હોય તો તેના પહેલા આ માળાને પહેરી લેવી તમે ઇન્ટરવ્યૂ માં સિલેક્ટ થઇ જશો.

મનપસંદ વર માટે ઉપાય :- કોઈ પણ શુભ દિવસે તમારા પાસે સ્થિત શિવ મંદિરમાં જાઓ, ત્યાં ભગવાન શિવ અને માતા પાર્વતી પર જળ અને દૂધચઢાવો અને પંચોપચાર(ચંદન, પુષ્પ,ધૂપ, દીપ અને નૈવૈધ્ય) થી એમનું પૂજન કરો. હવે લાલ દોરા પૂજામાં ઉપયોગ થાય એ થી આ બન્ને મધ્યે ગઠબંધન કરો.એ પછી ત્યાં બેસીને લાલ ચંદનની માળાથી આ મંત્રના જાપ 108 વાર કરો.

“હે ગૌરી શંકરાધાર્ગી યથા ત્વં શંજર પ્રિયા

તથા માં કુરુ કલ્યાણે કાંત કાંતા સુદુર્લભામ”

 

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago