કુતરાને પાળવાનો શોખ હોય તો આજે જ જાણી લો આ ખાસ બાબતો..

જગતનું સૌથી વફાદાર પ્રાણી એટલે કુતરો. કુતરાની વફાદારીને લઈને જ મોટાભાગે લોકો તેને ઘરમાં પાળવાનું પસંદ કરે છે. તેમ છતાં મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે, स्वर्गे लोके श्ववतां नास्ति। શ્વાન પાળવા વાળાને સ્વર્ગમાં સ્થાન મળતું નથી. પરંતુ અત્યારે કૂતરો પાળવાની એક ફેશન બની ગઈ છે.

એવું કહેવામાં આવે છે કે માણસ ભલે તમારા ઘરનું મીઠું ખાઈને તમારી સાથે દગો કરી દે પરંતુ કુતરા એક વખત જેનો રોટલો ખાઈ લે છે તો તે મરવા સુધી તેની સાથે દગો નથી કરતો અને ન તો તેને કરડી શકે છે. એક અર્થમાં કૂતરો પાલતૂ પ્રાણી હોવા ઉપરાંત વફાદાર છે.

હકીકતમાં કુતરા માણસના સાચા મિત્ર હોય છે, અને તેનું સારું ખરાબ સારી રીતે સમજે છે. પણ જ્યારે તેના પ્રત્યેનો લગાવ એટલો બધો વધી જાય કે ઘરના મોટા વડીલ બાજુ પર રહે અને પાલતૂ કુતરો સ્વજન બની જાય ત્યારે આપત્તિ સર્જાય.

ઘરના કૂતરાને ડૉગ જ કહેવો પડે, આવી સ્થિતિમાં કૂતરા વિષે થોડી બાબતો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેની અમુક બાબતો નીચે મુજબ દર્શાવવામાં આવી છે, તો ચાલો જાણી લઇએ તેના વિશે.

શાકાહારી પરિવારના પાળતું કૂતરાને જ્યારે માંસાહાર આપવામાં આવે ત્યારે તેનામાંથી કેતુ ગ્રહનું શુભત્વ નાશ પામે છે અને રાહુના અશુભત્વમાં ફેરવાઈ જાય છે. હવે કૂતરો પાળવો કે કૂતરી તેના માટેના પણ નિયમ છે.

જો કામયાબી મેળવવા માગતા હો કે પુત્ર સંતતિ પ્રાપ્ત કરવી હોય કે સંતાનની સફળતા હેતુ કૂતરો પાળવો જોઈએ. જો કોઈ સ્ત્રીદોષ માંથી મુક્તિ મેળવવી હોય કે પુત્રનો વિવાહ ન થતો હોય તો કૂતરી પાળવી હિતાવહ ગણાય.

જો જન્મ કુંડળીમાં શુક્ર-કેતુની યુતિ થઈ હોય તો અને કૂતરો પાળ્યો હોય તો લગ્ન યોગ્ય સંતાનના વિવાહમાં રૂકાવટ આવશે, ચામડી કે સે@ક્સ સંબંધી સમસ્યા સર્જાય. જેની કુંડલીમાં સૂર્ય-કેતુ ભેગા હોય અને ઘરમાં કૂતરો રાખે તો પિતા સાથે મતભેદ સર્જાય, પિતાની તબિયત કે સરકારી પ્રશ્નો નડે. જેમનો વ્યવસાય શુક્રને લગતા હોય તેમણે કૂતરો પાળવાથી દૂર રહેવું.

લાલ કિતાબ અનુસાર કેતુના શુભત્વ માટે કૂતરો પાળવામાં આવે છે. યમરાજા અને કાળભૈરવનું તે વાહન છે. જ્યાં કાળો કૂતરો હોય ત્યાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકતી નથી. જે વ્યક્તિ જન્મકુંડળીમાં કાલસર્પયોગથી પીડિત હોય તેમણે રોજ કાળા કૂતરાને તેલ ચોપડી રોટલીથી તૃપ્ત કરવો.

કૂતરાનું અચાનક ભસવું કે રુદન કરવું અપશુકન ગણાય છે. શુકનશાસ્ત્ર મુજબ જે કુતરાના નખ બાવીસ કે તેથી વધારે હોય તે શુકનિયાળ કુતરું માનવામાં આવે છે.

ગ્રહ દશા માંથી મુક્તિ મેળવવી હોય તો દુકાનમાંથી કૂતરાની ખરીદી ન કરતાં કોઈ આવારા ગલુડિયાને પાળી-પોષવા જોઈએ તથા ઘરમાં થતી પહેલી રોટલી તેને ખવડાવવી જોઈએ. કુતરાને એવો કેળવવો કે તેને ખૂલ્લો છોડી દેવામાં આવે તો પણ તે ફરી થી એના માલિકના હવાલે આવી જાય, તેમ જ બહારની કોઈપણ વસ્તુને સ્પર્શે નહીં.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *