આજકાલ દરેક યુવતી પોતાની સ્કિન ચમકાવવા માટે ખૂબ જ મહેનત કરતી હોય છે. શહેરોમાં વધારે પડતાં પ્રદૂષણના કારણે પોતાની ત્વચાની સારી સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે દરેક વ્યક્તિ ખૂબ જ ચામડીની સંભાળ ને લઈને ખૂબ જ વધારે કાળજી રાખતા હોય છે.
બજારમાં ચામડી ની સાર સંભાળ લેવા માટે ઘણા પ્રકારના મોંઘા પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિને કંઈ ખાસ ફરક પડતો નથી. પરંતુ આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે વ્યક્તિને જો પોતાની ત્વચા નીરોગી અને સ્વસ્થ રાખવી હોય તો આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ઉપાય કરવો જોઈએ.
આજે અમે તમને ત્વચાની દેખરેખ તેમજ સારસંભાળ રાખવા માટે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે અમુક દેશી ઉપાય ની જાણકારી આપવાના છીએ. લગભગ બધા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ બનાવતી વખતે આ સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેમને કોઈ દર્શાવતું નથી.
આજે અમે તમને લાંબા સમય સુધી પોતાની ત્વચા તેમ જ ચહેરાને સ્વસ્થ નિરોગી રાખવા માટે આયુર્વેદિક રીતે એક ફેસપેક બનાવવાની જાણકારી આપવાના છીએ. જે ફેસપેકનું નિયમિત રીતે ઉપયોગ કરવાથી ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ અને નિરોગી રહેશે.
આમ તો ઘણા બધા પ્રકારના ફેસપેકબજારમાં હોય છે. પરંતુ તેનો ઉપયોગ કરવાથી ત્વચાને કંઈ ખાસ ફરક પડતો નથી. આજે અમે તમને એવા આયુર્વેદિક તત્વ વિશે જાણકારી આપવાના છે. કે જે આપણી ત્વચાને લાંબા સમય સુધી સ્વસ્થ અને નિરોગી રાખે છે. તે તત્વ છે ફુદીનો.
ફુદીનો. ફુદીનો ઉપયોગથી આપણી ત્વચાને ઘણા બધા ફાયદા થાય છે. તમે હંમેશા સાંભળ્યું હશે કે ફુદીનાનો ઉપયોગ આપણી ચામડી તેમજ વાળ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણા બધા ફાયદા થાય છે.
ફૂદીનો આપણી ત્વચાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે લાંબા સમય સુધી આપણા સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ આર્ટિકલમાં અમે તમને ફૂદીના નો ઉપયોગ કરી અને ત્વચાને લાંબા સમય સુધી સ્વસ્થ કઈ રીતે રાખી શકાય વિશે જાણકારી આપવાના છીએ.
સફેદ ડાઘ દૂર કરવામાં ફૂદીનો ઉપયોગી સાબિત થાય છે. ફૂદીનો ચહેરા ઉપર લાગેલા ડાઘ, સફેદ ડાઘ, ખીલ વગેરે ચીજ વસ્તુઓ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફૂદીના માં ખૂબ જ વધારે પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કાર્બન હોય છે. તે આપણી ત્વચા ઉપર રહેલી મૃત ત્વચાને દૂર કરવા માટે આપણી ત્વચાને પોષક તત્વો પૂરાં પાડે છે.
તેમ જ આપણી ચામડી માંથી નીકળતું તેલ પણ નિયંત્રિત કરે છે. તે સાથે સાથે ફુદીનાનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે તો ના મોઢા ઉપર રહેલા દાગ, સફેદ ડાઘ, ખીલના ડાઘ પણ દૂર થઇ શકે છે. ફૂદીના ના ઉપયોગ થી મોઢા ઉપર આવેલો સોજો પણ દૂર થઇ શકે છે.
ત્વચાની ચમક વધારે છે ફૂદીનો – જો કોઈ પણ વ્યક્તિ ચામડીને લગતી કોઈપણ મુશ્કેલી નો સામનો કરી રહ્યું હોય તો તેમને ફુદીનાનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેનો ઉપયોગ કરવા માટે તેમને એક મિશ્રણ તૈયાર કરવું જોઈએ. તેમાં પાણી, વિનેગર, ફુદીનો અને કોકોનટ ઓઇલ ના થોડા ટીપાં નાખી અને એક સરખી રીતે મિશ્રણ કરી લેવું જોઈએ.
આ મિશ્રણ જે જગ્યાએ ચામડી ને લાગયુ હોય પણ ઇન્ફેક્શન હોય કે ચામડી સાફ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે..તેમજ ચામડી ઉપર રહેલી ગંદકી દૂર કરવા માટે પણ આ મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. આ મિશ્રણ નો ઉપયોગ કરવાથી ચામડી માં ખૂબ જ વધારે ચમક આવે છે.
મોઢા ઉપર રહેલી કરચલી દૂર કરે છે. – ઘણા લોકોને ઉંમર વધવાની સાથે મોઢા ઉપર કરચલી પડી જતી હોય છે. તે કરચલી દૂર કરવા માટે બજારમાં મળતા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને ફુદીના ની મદદથી મોઢા ઉપર રહેલી કરચલી કઈ રીતે દૂર કરી શકાય તેને વિષે જાણકારી આપવાના છીએ. તેના માટે સૌપ્રથમ તમારે ફુદીનાના પાનનો રસ તેમજ દહીં તેમજ મધનું મિશ્રણ કરવાનું રહેશે. તેને એક કલાક સુધી મોઢા ઉપર લગાવવાથી મોઢા ઉપર રહેલી કરચલી દૂર થઇ જશે.
તે ઉપરાંત ફૂદીનો અને લીંબુ ફુદીનાના પાનને પીસીને તેનો રસ કાઢવામાં આવે ત્યારબાદ તે માટે લીંબુનો રસ આવે અને આ મિશ્રણ ચહેરા ઉપર લગાવવામાં આવે તો મોઢાં ઉપર રહેલા ખીલ દાગ દૂર થાય જાય છે. આ મિશ્રણ લગાવ્યા બાદ ૧૫ મિનિટ વાત મોઢું વરસાદના પાણીથી સાફ કરી નાખો. દરરોજ એકવાર આ મિશ્રણ મોઢા ઉપર લગાવવાથી ત્વચાની ચમક વધારો જોવા મળશે.
Leave a Reply