વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુઓ ઘરમાં ના રાખવી, ખૂબ જ હાનિકારક છે

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અંદરની વસ્તુઓ જ નહીં પરંતુ ઘરની આસપાસની વસ્તુઓ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. ઘરમાં મુકવામાં આવેલી વસ્તુઓની અસર ઘરના વાતાવરણ, ઘરના માહોલ પર પડે છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓ આપણા જીવનને પ્રભાવિત કરે છે. ઘરમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનો ઉપયોગ પણ નથી કરતાં ને ફેંકવાની ઈચ્છા પણ નથી થતી. નિર્જીવ વસ્તુમાં હંમેશા નકારાત્મક ઉર્જા હોય છે જેનાથી ઘરના સદસ્યો પર વિપરીત અસર પડે છે.

લગભગ દરેક ઘરમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ પૂજા પાઠ કરતી વખતે, અજાણતાં ઘણી ભૂલો થાય છે, જેના કારણે આપણી ઉપાસનાનું ફળ મળતું નથી. તેઓ જલ્દી ખુશ થાય છે, એક નાની ભૂલને કારણે, ભગવાન તમારી સાથે ગુસ્સો પણ કરી શકે છે, જેના કારણે તમારે તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ અમુક વસ્તુઓ ઘરમાં રાખવી ખૂબ જ હાનિકારક છે અને જો આ વસ્તુઓ તમારા ઘરમાં હોય તો તે ઘરમાંથી કાઢી નાખવી જોઈએ અને જો કેટલીક વસ્તુ ખોટી રીતે બનાવવામાં આવે તો તેનું સ્થાન બદલવું જોઈએ. તે ત્રણ વસ્તુઓ શું છે, ચાલો જાણીએ તેમના વિશે…

કાળા રંગનો દરવાજો :- ઘરમાં કાળા રંગનો દરવાજો ક્યારેય લગાવવો ન જોઈએ, કારણ કે જે ઘરમાં કાળો દરવાજો છે ત્યાં મોટાભાગની લડાઇઓ, ઝગડા અને પૈસાની સમસ્યા હોય છે. કાળો દરવાજો નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જેના કારણે ઘરે મુશ્કેલી આવે છે. તેથી, કાળા દરવાજાને ઘરમાં રાખવો જોઈએ નહીં અને જો કાળો દરવાજો પહેલેથી હાજર હોય તો તમારે તેના પર બીજો રંગ કરાવી લેવો જોઈએ, નહીં તો લીંબુ અને મરચા લગાવી દેવા જોઈએ.

ખંડિત મૂર્તિઓ :- વાસ્તુ અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની વધારે મૂર્તિ ન હોવી જોઈએ અને આ મૂર્તિઓને ફક્ત પૂજા ઘરમાં જ સ્થાપિત કરવી જોઈએ. તેમજ દેવી-દેવતાઓની મૂર્તિ ખંડિત થઈ જવા પર તેમની પૂજા ન કરો અને ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખો. ટુકડા થયેલા મૂર્તિની પૂજા કરવી શુભ નથી અને ઘરમાં આવી મૂર્તિઓ રાખવાથી ઘરની શાંતિ પ્રભાવિત થાય છે. તેથી જ્યારે પણ દેવી-દેવતાઓની મૂર્તિ તૂટે છે ત્યારે તમે તરત જ તેને નદીમાં પધરાવી દો.

ભંગારનો સામાન :- ઘણી વાર આપણા ઘરમાં ખુરશી, ટેબલ અથવા અન્ય વસ્તુઓ તૂટી જવા પર તેને ફેંકવાની જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરીએ છે, જે યોગ્ય નથી માનવામાં આવતું. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તૂટેલી-ફૂટેલી વસ્તુઓ ઘરમાં હોવી યોગ્ય નથી, અને વસ્તુઓ તૂટી જવા પર તરત તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. ઘરમાં તૂટેલો સામાન હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે. એટલા માટે તૂટેલી ખુરશી, ટેબલ, સોફા, અરીસો, ફ્રેમ, ઇલેક્ટ્રોનિક સામાન, વાસણ, બંધ થઈ ગયેલી ઘડિયાળ જેવો ભંગાર પોતાના ઘરમાં ન રાખો અને તેમને ઘરની બહાર કાઢી દો.

Admin

Recent Posts

સઈ એ વિરાટ અને પાખી વિરુદ્ધ કિડનેપિંગ નો કેસ કર્યો, શોમાં થશે આ વ્યક્તિની એન્ટ્રી….

સ્ટાર પ્લસનો લોકપ્રિય શો 'ઘૂમ હૈ કિસી કે પ્યાર મેં' હાલના સમયમાં એક ઈમોશનલ ટ્રેક…

47 mins ago

અનુજ ની પરવાનગી વગર માયા ને કપાડિયા હાઉસ માં રાખશે અનુપમા, શો માં આવશે મોટો ટ્વીસ્ટ….

ટીવી શો 'અનુપમા'માં માયાની અચાનક એન્ટ્રીએ કાપડિયાસને જાણે હચમચાવી જ નાખ્યા છે.માયા અનુપમા અને અનુજ…

47 mins ago

ટીવીની અનુપમા એ પૂરું કર્યું તેનું મોટું સપનું, ખરીદી 1 કરોડની મર્સીડીઝ કાર….

પ્રખ્યાત ટીવી સિરિયલ અનુપમા હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. આ શો હંમેશા દર્શકોનોં…

47 mins ago

અક્ષરા અને અભિમન્યુ વચ્ચે વધશે નજદીકી, તો અભીરનું ધ્યાન રાખશે અભી….

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની સ્ટોરીમાં એક રસપ્રદ ટ્વિસ્ટ આવવાનો છે. પરંતુ, આ…

23 hours ago

માયા ના કારણે તૂટી જશે અનુજ અને અનુપમા નો સંબંધ, મુશ્કેલીમાં મુકાઈ નાની અનુ…

"અનુપમા" તેની દમદાર સ્ટોરીથી દર્શકોની ફેવરિટ બની ગઈ છે. નાની અનુની અસલી માતા માયાની એન્ટ્રી…

23 hours ago

પાખી પોતે વિનાયકને સઇ અને વિરાટને સોંપશે,,આખરે શું નિર્ણય લેશે પત્રલેખા હવે???

'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' સિરિયલના વર્તમાન ટ્રેકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી…

23 hours ago