શું તમને ખબર છે આ પ્રકારના ફોટો લગાડવાથી ઘરમાં ખુબ જ ભયાનક સંકટ આવી શકે છે.

વાસ્તુ આપણા રોજિંદા જીવનમાં ખૂબજ ઉપયોગી થાય છે, જાણે અજાણે આપણે ઘણી વસ્તુનો ઉપયોગ કરીએ જ છીએ. જેમાં ઘર બનાવતી વખતે અથવા તો ઘરના સામાનની ગોઠવણી વખતે ઘરની સ્થિતિ, દિશાઓનું અને અમુક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

આપણે ઘરની સુંદરતાને વધારવા માટે ઘણા અલગ અલગ પ્રકારની વસ્તુઓ લઇ આવીએ છીએ. જેમાંથી એક છે વિવિધ પ્રકારની પેન્ટિંગ કે પછી ફોટા. ઘણા લોકોને ફોટા કે તસ્વીર નો ખુબ જ શોખ હોય છે. એમાં પરીવારના સભ્યોની તસવીરોનો પણ સમાવેશ થાય છે. પરંતુ શું તમને ખબર છે કે અમુક પ્રકારના ફોટો લગાડવાથી ઘરમાં ખુબજ ભયાનક સંકટ આવી શકે છે.

એટલા માટે જ આજે અમે તમને અમુક એવા ફોટો વિષે જણાવવા ના છે જેના લગાડવાથી ઘરમાં ખુબજ ભયાનક સંકટ આવી સકે છે. તો ચાલો જાણીએ કે ઘરમાં કેવા પ્રકાર ના ફોટો ના લગાડવા જોઈએ. આના વિશે ની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

સામાન્ય રીતે ફુવારાઓ અને પાણીનાં ચિત્રો ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. તેથી જ કેટલાક લોકો આવા ચિત્રો ઘરમાં પણ મૂકતા હોય છે, પરંતુ ફુવારાનો ફોટો ઘરમાં સ્થાપિત ન કરવો જોઇએ. એવું માનવામાં આવે છે કે જેમ પાણી વહે છે, તેમ આપણા પૈસા પણ નકામા કાર્યોમાં ખર્ચ થાય છે. તેથી જ ઘરમાં આ પ્રકાર ના ચિત્રો મૂકવાનું સાવ ટાળવું જોઈએ. નહિતર તમારા પૈસા પાણી ની જેમ વહી જસે.

ઘણાં લોકો બોટમાં ડૂબતા અથવા મોજામાં ડૂબતા ફોટો લગાવે છે, જે વાસ્તુ મુજબ અશુભ માનવમાં આવે છે. દરરોજ આ ફોટો જોવાની આપણી વિચારસરણી પર પણ ખુબજ મોટી અસર પડે શકે છે. એવું માનવામાં આવે છે કે આ ફોટા નસીબથી સંબંધિત અવરોધો બનાવે છે. ઘરમાં તણાવ વધે છે અને વાસ્તુ દોષ પણ થાય છે.

મહાભારત યુદ્ધનો ફોટો પણ ઘરે સ્થાપિત ન કરવો જોઇએ. કોઈપણ પ્રકારના યુદ્ધનું ચિત્ર આપણી વિચારસરણીને આકર્ષક બનાવી શકે છે.પરંતુ તેનાથી આપણાં ઘરમાં યુદ્ધ નું વાતાવરણ સર્જાય છે. દરરોજ યુદ્ધના ફોટા જોતા આપણને ગુસ્સો આવે છે. પરિવારમાં પણ વિવાદ વગેરે વધવાની સંભાવના થઈ શકે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *