અમેરિકાથી એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, વાત એમ છે કે અહિયાં હત્યાના આરોપમાં બંધ એક કેદીએ જેલની જ એક મહિલા સુરક્ષાકર્મીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી લીધી અને પછી તેની મદદથી તે ભાગી જાય છે. પછી મહિલા સુરક્ષાકર્મીએ પોતાને ગોળી મારી લીધી અને દવાખાનમાં તેનું મૃત્યુ થઈ ગયું. જો કે જેલમાંથી ભાગી ગયેલ કેદીને ફરીથી પકડી લેવામાં આવ્યો છે.
એક રિપોર્ટ પ્રમાણે પોલીસએ 11 દિવસ સુધી તપાસ અભિયાન ચલાવ્યું હતું અને પછી જેલમાંથી ભાગેલ કેદીને પકડવામાં સફળતા મળી. જો કે જે મહિલા સુરક્ષાકર્મીને તેણે પોતાના પ્રેમના જાળમાં ફસાવી હતી તેણે પોતાની જાતને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. દવાખાનમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું.
મહિલા સુરક્ષાકર્મી જેલ પ્રસાશનને જણાવે છે કે કેદીની માનસિક હાલત ઠીક નથી, એટલે તેને દવાખાન લઈ જવો જરૂરી છે. આ રીતે તેણે કેદીને જેલની બહાર કાઢવામાં મદદ કરી હતી, તે પોતે કેદીને સારવાર માટે જેલથી બહાર લઈને આવી હતી. મહિલા સુરક્ષાકર્મીએ 29 એપ્રિલના દિવસે આ કામ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે પોલીસ સતત આ મહિલા પોલીસ સુરક્ષાકર્મી અને કેદીની તલાશ કરી રહ્યા હતા. પછી મહિલા સુરક્ષાકર્મી એક સ્ટોર પરથી કપડાં ખરીદી રહી જોવા મળી હતી. એ પછી તે હોટલ પહોંચે છે, જયા પેલો કેદી પણ હતો. તેનો પીછો કરતાં પોલીસ હોટલ પહોંચી હતી. કેદી અને મહિલા સુરક્ષાકર્મી પકડાઈ જવાન હતા પણ પકડાઈ જવાના ડરથી મહિલાએ પોતાની જાતને ગોળી મારી દીધી. જો કે કેદીને પકડવામાં તેમને સફળતા મળે છે.
અમેરિકાની અલબામા જેલમાં બંધ હતો આ કેદી. અહિયાં જ પેલી મહિલા પોલીસ સુરક્ષાકર્મી સેવા આપી રહી હતી. આ દરમિયાન કેદી મહિલાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લે છે અને પછી તેની મદદથી જ તે ભાગી જાય છે. પણ પોલીસ ફરીથી તે કેદીને પકડી લે છે.
Leave a Reply