સ્વર્ગમાંથી લાવવામાં આવેલા આ વૃક્ષ સાથે જોડાયેલી કથા અને ફાયદાઓ

હરસીંગર વૃક્ષ મા ખૂબ જ સુંદર અને સુગંધિત ફૂલો પણ ઉગે છે. તે આખા દેશમા ઉત્પન્ન થાય છે. આ વૃક્ષને સંસ્કૃત ભાષામા શેફાલિકા, હિન્દી ભાષામા હરિંગાર, મરાઠી ભાષામા પરાજિતક, બંગાળી ભાષામા શિલી, તેલુગુ ભાષામા પેગડામલ્લઇ, તમિલ ભાષામા પાવલમલ્કાઇ, મલયાલમ ભાષામા પાવીઝામ્લ્લી, ઉર્દૂ ભાષામા ગુલઝાફરી, અંગ્રેજી ભાષામા નાઈટ જેસ્મિન અને લેટિન ભાષામા નેક્કેન્થિસ આર્બોર્ટિસ્ટિસ તરીકે પણ ઓળખવામા આવે છે.

આ વૃક્ષને ઘરની આજુબાજુ લગાવવાથી તમામ પ્રકારની વાસ્તુ ખામી દૂર થાય છે. આ વૃક્ષનાફૂલોનો ઉપયોગ ખાસ કરીને લક્ષ્મી પૂજન માટે થાય છે પરંતુ, ફક્ત તે ફૂલો જ ઉપયોગમા લેવાય છે. તે આપમેળે વૃક્ષ પરથી તૂટી જાય છે અને નીચે પડી જાય છે. જ્યા આ વૃક્ષ છે ત્યા માતા લક્ષ્મી સદાય રહે છે.આ ફૂલોની સુગંધ તમારા જીવનમાથી તણાવની સમસ્યાને દૂર કરવાની શક્તિ ધરાવે છે અને માત્ર સુખની જ પ્રાપ્તિ થાય છે.

તેની સુગંધ એ તમારા મગજને શાંત કરે છે અને ઘર-પરિવારમા સુખ અને શાંતિનુ વાતાવરણ જાળવી રાખે છે અને વ્યક્તિ લાંબુ જીવન મેળવે છે. આ અદ્ભુત ફૂલો ફક્ત રાત્રે જ ખીલે છે અને સવાર સુધીમાં તે બધા મુરઝાઈ જાય છે. જેના ફૂલો ઘર અને આંગણામાં ખીલે છે ત્યા હંમેશા શાંતિ અને સમૃદ્ધિનુ સ્થાન રહે છે.હરસીંગારનો ઉપયોગ એ હૃદયરોગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ ૧૫ થી ૨૦ ફૂલો અથવા તેના રસનુ સેવન કરવાથી હૃદયરોગને રોકવાનો અસરકારક માર્ગ છે પરંતુ, આ ઉપાય ફક્ત આયુર્વેદિક ડોક્ટરની સલાહથી જ કરી શકાય છે. તેના ફૂલો, પાંદડા અને છાલનો ઉપયોગ ઔષધી તરીકે થાય છે. ઉતરપ્રદેશમા દુર્લભ પ્રજાતિના હરસીંગરના ચાર વૃક્ષોમાંથી હજારો વર્ષ જુના બે વૃક્ષ વનવિભાગ ઇટાવાના મંદિરમા છે.

તે પર્યટકોને દેવતાઓને અને રાક્ષસોની વચ્ચે થયેલા સમુદ્રમંથન વિશે જણાવે છે. હરસીંગર વૃક્ષનો ઉદ્ભવ એ સમુદ્રમંથન દરમિયાન થયો હતો,
જે ઈન્દ્રએ તેના બગીચામાં રોપ્યો હતો. હરિવંશપુરાણમા આ વૃક્ષ અને ફૂલોનુ વિગતવાર વર્ણન કરવામા આવ્યુ છે. પૌરાણિક કથા મુજબ પરિજાતનુ વૃક્ષ સ્વર્ગમાથી લાવવામા આવ્યુ હતુ અને પૃથ્વી પર વાવવામા આવ્યુ હતુ.

નરકસુરાના વધ પછી એકવાર પ્રભુ શ્રી કૃષ્ણ સ્વર્ગમા ગયા અને પ્રભુ ઇન્દ્રએ તેમને આ હરસીંગરનુ ફૂલ પ્રસ્તુત કર્યુ હતુ. તે ફૂલ પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારા દેવી રુક્મિણીને આપવામા આવ્યુ હતુ. દેવલોકથી દેવમાતા અદિતિએ ચિરૌવનથી દેવી સત્યભામાને આશીર્વાદ આપ્યા હતા.ત્યારબાદ નારદજી આવ્યા અને સત્યભામને આ હરસીંગર ફૂલ વિશે જણાવ્યુ કે, દેવીમાતા રૂક્મિણી પણ તે ફૂલની અસરથી મોહિત થઈ ગઈ છે.

આ વાત જાણીને સત્યભામા એકદમ ક્રોધિત થઈ ગઈ અને પ્રભુ શ્રી કૃષ્ણ પાસેથી આ પારીજાતનુ વૃક્ષ પાછુ લેવાનો આગ્રહ શરૂ કર્યો. આમ, હરસીંગર વૃક્ષ સાથે આ એક પૌરાણિક ગાથા પણ સંકળાયેલી છે. તો આશા છે કે તમને આ માહિતી ખુબ જ ગમી હશે આવી જ માહિતી મેળવવા માટે નિયમિત અમારા આર્ટીકલ વાંચતા રહો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *