હાલમાં યે રિશ્તા કયા કહેલાતા હૈ માં નાયરાની દીકરી અક્ષરા અને અભિમન્યુ બિરલાની લવ સ્ટોરી બતાવવામાં આવી રહી છે, પરંતુ લોકોના દિલમાં કાર્તિક અને નાયરા હજુ પણ છે.
આ જ કારણ છે કે મેકર્સે મોટો નિર્ણય લીધો છેં. હવે તમે ટીવી પર કાર્તિક અને નાયરાની લવ સ્ટોરી ફરી જોઈ શકશો, ફરી એકવાર શિવાંગી જોશી અને મોહસીન ખાનની સુંદર કેમેસ્ટ્રી જોઈ શકશો.
View this post on Instagram
સ્ટાર પ્લસે એક નવો પ્રોમો શેર કર્યો છે, આ પ્રોમોમાં કાર્તિક અને નાયરા તરીકે શિવાંગી જોશી અને મોહસીન ખાન એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળે છે, આ ઝલક કાર્તિક-નાયરાની લવ સ્ટોરી અને તેમના લગ્ન દર્શાવે છે.
પ્રોમો શેર કરતી વખતે, નિર્માતાઓએ સારા સમાચાર આપ્યા છે કે તમે ફરી એકવાર ટીવી પર કાર્તિક અને નાયરાની સ્ટોરી જોઈ શકો છો.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આ એપિસોડ્સ સ્ટાર પ્લસ પર સાંજે 4 વાગ્યે બતાવવામાં આવશે શોનું નામ યે રિશ્તા કાર્તિક-નાયરા કા છે.આ શો 9મી ડિસેમ્બરથી સ્ટાર પ્લસ પર પ્રસારિત થશે.
તમે તેને Disney Plus Hotstar પર ગમે ત્યારે જોઈ શકો છો.સ્ટાર પ્લસે આ પ્રોમો શેર કરતાની સાથે જ કાયરાના ફેન્સ ઉત્સાહિત થઈ ગયા અને કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી કરી રહ્યા છેં..
Leave a Reply