આપણે જાણીએ જ છી કે એક કોઈપણ પુજન વિધી કરવાની હોય તો તે કપૂર વિના અશક્ય છે અને તેને અધૂરૂ ગણવામા આવે છે.આ કપૂર એ માત્ર પૂજન વિધીમા જ નહી પરંતુ તેની સાથોસાથ અનેક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી તકલીફોમા રાહત પણ અપાવે છે. કપૂરનો જો કાયમ વપરાશ કરવામા આવે તો તે આપણા ઘરમા રહેલી નકારાત્મક ઊર્જા ને પણ દૂર કરવામા સહાયકારી સાબિત થાય છે.
વાસ્તુશાસ્ત્રમા જણાવ્યા મુજબ, જો તમે ખુબ જ મહેનત કરતા હોવ છતા પણ તમને તમારે જોઈએ તેવુ પરીણામ મળતુ નથીઅથવા તો તમારુ કાર્ય શરૂ થતા પૂર્વે જ અટકી જતુ હોય તો તમારે એક ચાંદીની વાટકીમા કાયમી માટે એક લવિંગ તથા કપૂરને સળગાવીને તેને ઘરમા ચારેતરફ ફેલાવવુ. આમ કરવાથી તમારા જીવનમા આવનારી તમામ સમસ્યાઓનો અંત આવશે.
જો તમારા ઘરમા વાસ્તુનો દોષ હોય તો તેના કારણે તમારા સુખ તેમજ શાંતિને હરી લે છે. આમ થવાથી આપણા ઘરમા તણાવભર્યો માહોલ બન્યો રહે છે. તમે જો કોઈ ધંધો કરી રહ્યા હોવ તો તેના લીધે તમને સમસ્યા આવી શકે છે અને નુકસાની પણ થઈ શકે છે.જો તમે ઘરમા તથા ધંધાની જગ્યાએ આવનારા વાસ્તુદોષને દૂર કરવા માટે તમારે કપૂરની ગોળીઓ ઉપયોગી છે.
આમ કરવાથી તમારી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને નાણાકિય ફાયદા પણ થઈ શકે છે. જો તમે ઘરમા કોઈપણ જાતની પૂજન વિધી કરતા સમયે કપૂરને સળગાવવામા આવે તો તેમાથી નિકળતા સુગંધિદાર ધુમાડા વાતાવરણમા ફેલાય જાય છે.આ કારણથી આપણી આસપાસ રહેલા બેક્ટેરીયાઓનો મોટાભાગે નાશ થઈ જાય છે અને હવાને શુદ્ધ પણ બનાવી દે છે.
જો તમે શિયાળાની મોસમમા કપૂરનો વપરાશ ઉનના વસ્ત્રોમા જોવા મળતા નાના નાના જીવજંતુઓની સામે રક્ષણ કરવામા ઉપયોગી છે.આ કપૂરમાથી આવતી સુવાસ એ માનવીના તનમનને ખુબ જ પસંદ આવે છે. જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તમરે કપૂરના તેલની સુગંધ લેવાની થાય.
આમ કરવાથી તે તમારા મગજને શાંત કરી સારી ઊંઘ આપવામા સહાયક છે. કપૂરના તેલના થોડાક ટીંપા તમારે તમારા ઓશિકામા પણ નાખી રાખવા. આમ કરવાથી તમને સારી ઊંઘ આવવામા સહાયતા કરે છે.શિયાળાની મોસમમા શ્વાસ લેવામા સમસ્યા તથા નાક બંધ થવાની સમસ્યાઓ આવતી હોય છે. આ સમસ્યામાથી રાહત મેળવવા માટેનો વિકલ્પએ કપૂર છે.
નવશેકા પાણીમા કપૂર ઉમેરીને તેની નાશ લેવામા આવે તો તમને આ સમસ્યામાથી છુટકારો મળે છે. તેલમા કપૂર ઉમેરી ને વાળ કે ત્વચા પર લગાવવામા આવે તો તમને આ સમસ્યામાથી રાહત મળે છે.જો તમારા નાણા કોઈ જગ્યાએ અટવાયેલા હોય અથવા તો કમાણી કરતા ખર્ચ વધે તો તમારે લાલ ગુલાબના પુષ્પમા કપૂરનો એક ટુકડો નાખી અને તેને સળગાવીને આ પુષ્પને માતાના ચરણે અર્પિત કરો.
આમ કરવાથી ધનલાભ થશે. અને તમારા બિનજરૂરી ખર્ચાઓમાથી છૂટકારો પણ મળી જશે. આ સમયે તમારે માતા લક્ષ્મિની આરાધના કરવી.જો તમારા ઘરમા પણ પિતૃદોષ રહેલો હોય કોઈની ખરાબ નજર હોય તો તમારે કાયમ માટે કપૂરને સળગાવવુ જોઈએ. કોઈ અકસ્માતથી બચવા માટે તમારે હનુમાનચાલીસાનુ પઠન કરવાનુ છે અને આરતી કરતા સમયે કપૂરનો વપરાશ અવશ્ય કરવો જોઈએ.
Leave a Reply