આરોગ્ય

સવાર સાંજ આ ટીપાં કાનમાં નાખવાથી કાનના દુઃખાવામાં તરત જ ફાયદો થાય છે

કાનની દરેક સમસ્યા દૂર કરવા માટે ઘરેલુ ઉપચારને વધારે મહત્વ આપવામાં આવે છે. ચાલો જાણીએ કયા ઉપચાર થી કાનમાં ગયેલી જીવાત બહાર નીકળી જાય છે. ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે.ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો, કાનમાં ગયેલા જીવજંતુ બહાર નીકળી જાય છે.

મધનાં કે દારૂનાં ટીપાં કાનમાં નાખવાંથી પણ કાનમાં ગયેલા જીવજંતુ બહાર નીકળી જાય છે. કાન બંધ થઈ જાય ત્યારે લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે.કાનમાં જંતુ જાય ત્યારે મધ, દીવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.

માખી, બગાઈ, મકોડા, કાનખજુરો વગેરે જીવડાં કાનમાં પ્રવેશે કે બોરનો ઠળીયો, ચણો, વટાણો, મગફળીનો દાણો કાંકરી જેવી વસ્તુ કાનમાં પ્રવેશી ગઈ હોય તો એને બહાર કાઢવા પીચકારીનો ઉપયોગ કદી ન કરવો.એ વસ્તુઓને ટુકડા કરીને કાઢવી. ન નીકળે તો કાનના ડૉક્ટર પાસે જવું.કાનમાં મેલ વધુ પ્રમાણમાં થાય તો શ્રુતીમાર્ગ સાંકડો થતાં બહેરાશ આવે છે.

આ મેલ કાઢવા ગરમ કરેલું સરસીયું કે તલનું તેલ કાનમાં નાખવું.ક્લોરોફોર્મની પીચકારી મારવાથી જંતુ મરી જશે, પછી કાનને પીચકારી વડે ધોતાં જંતુ બહાર નીકળી જાય છે. તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. આ તેલનાં 4-5 ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.

સરસિયાના તેલમાં લસણની 2 કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી કાનના દુઃખાવામાં તરત જ ફાયદો થાય છે. આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેમાં ટીપાં નાખવાથી કાનનામાં થતો ભયંકર દુઃખાવો મટે છે.

તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે.આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયો હોય તો તેમા લાભ થાય છે. આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.

સ્વિમિંગ પૂલમાં સ્નાન કરતી વખતે અથવા સ્નાન કરતી વખતે કાનમાં પાણી જવું એ એક સામાન્ય સમસ્યા છે.જેને મોટાભાગના લોકો અવગણે છે. કાનને થોડો આંચકો લાગતાં લોકો પાણી કાઢીને આરામ કરે છે. પરંતુ કેટલીકવાર પાણી કાનની અંદર ઉંડા જાય છે જેનાથી ખંજવાળ, સુનાવણીની સમસ્યાઓ તેમજ અનેક પ્રકારના ચેપ લાગે છે.

જો કાનમાંથી તમારું પાણી નીકળ્યું હોય, તો તમારા માથાને એ બાજુ તરફ વાળો અને એક પગ ઉંચો કરીને કૂદકો મારો. આ રીતે, આંચકાને કારણે કાનમાંથી પાણી બહાર નીકળી આવે છે. જો સમસ્યા વધે તો તે બહેરાશનું કારણ પણ બની શકે છે.કાન માં મેલ જમા થઇ જવો એ એક સાવ સામાન્ય વાત છે. કાનનો મેલ કાન ના બેક્ટેરિયા અને ગંદકીને ફેલાવા નથી દેતો.

પરંતુ ઘણી વાર મેલ જાજો હોવા થી સમસ્યા નું કારણ પણ બની જાય છે. મેલ વધી જવા થી કાનમાં સંભળાતું ચોક્કસ બંધ થઇ જાય છે.તેમજ જયારે કાન નો મેલ કઠોર થઇ જાય ત્યારે તેનાથી કાનનો દુખાવો પણ થાય છે. તો ચાલો જોઈએ કેટલાક આસન અને ઘરેલું ઉપાયો જેના દ્વારા સરળતાથી આપણે કાન નો મેલ સાફ કરી શકીએ.

ગરમ પાણીમાં મીઠું નાખીને મિક્સ કરવું. પછી એ પાણી માં રૂ ને પલાળીને ભીનું કરવું ત્યાર પછી કાનમાં તેના ટીપાં નાખવા થોડી વાર પછી કાનને 2 બાજુ પલટાવી બધું પાણી બહાર કાઢી નાખવું.આ રીતે કરવાથી કાનનો બધો મેલ ઓગળીને બહાર આવી જાય છે. નાના બાળકોના બેબી ઓઈલના થોડા ટીપા પણ કાનમાં નાખવા જોઈએ અને થોડીવાર ટીપાને રાખી કાનની સફાઈ કરવી, જેનાથી બધો જ મેલ સરળતાથી ચોક્કસ સાફ થઇ જાય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

4 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

4 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

4 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

4 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

4 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

4 months ago