કાળી દ્રાક્ષમાં પોષક તત્વો વધારે હોય છે. વધુ કાળી દ્રાક્ષ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. કાળી દ્રાક્ષમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. કાળા દ્રાક્ષનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. કાળી દ્રાક્ષમા પુષ્કળ પ્રમાણ મા એન્ટિઓક્સિડન્ટ હોય છે
જે રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરે છે. આ ઉપરાંત તેમા પોલીફેનોલ્સ જેવા તત્વો પણ રહેલા હોય છે. જેના લીધે હદય, મગજ, પિતાશય, કિડની ના રોગો માથી રાહત મળે છે. કાળી દ્રાક્ષ મા ફાઈબર નામ નુ પોષક તત્વ પણ રહેલુ હોય છે.
કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા
ત્વચા માટે:- જે લોકો સ્કિન પર કાળાશ, ખીલ, કરચલી જેવી સમસ્યા થી પીડાતા હોય તેમણે આ કાળી દ્રાક્ષ ને ક્રશ કરી તેની પેસ્ટ બનાવી સ્કિન પર લગાવે તો તેના થી સૌંદર્ય મા એક અલગ જ નિખાર ચડી આવે. આમ , કાળી કિસમીસ જેવુ ડ્રાયફ્રુટ ફક્ત ખાવા મા જ ઉપયોગી નથી આવતુ. પરંતુ , ઘણુ રોગો ના નિદાન તરીકે પણ ઉપયોગી છે.
કોલેસ્ટ્રોલ ઘટાડો:- કોલેસ્ટ્રોલ પણ એક ગંભીર સમસ્યા છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ રહે છે. કોલેસ્ટેરોલ વધતા વ્યક્તિના આકસ્મિક મૃત્યુની સંભાવના વધી જાય છે. તેથી વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તમે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ સુકી કાળી દ્રાક્ષનું સેવન કરી શકો છો. કાળી દ્રાક્ષમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે ધમનીઓમાં જમા થયેલી તકતીને ધીરે-ધીરે બહાર કાઢી દે છે. આ જ કારણ છે કે તેના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
કબજિયાતની સમસ્યા માટે:- બદલાતી રેહતી જીવનશૈલીમાં કબજિયાત થવો એ સામાન્ય વાત છે. સુકી દ્રાક્ષનું સેવન કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે અને પેટની તકલીફમાં રાહત આપે છે. દ્રાક્ષના સેવનથી હૃદયની દુર્લભતા પણ દુર થાય છે. આનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વધે છે.
હાડકાં મજબૂત રાખે:-સુકી કાળી દ્રાક્ષમાં પોટેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જેના કારણે તે હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ 10-15 સુકી કાળી દ્રાક્ષ ખાવાથી તમને તમારા શરીર માટે જરૂરી કેલ્શિયમ મળી રહે છે.
તે હાડકાંના પોલાણ (ઓસ્ટિયોપોરોસિસ)ની સમસ્યાને દૂર કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. સુકી કાળી દ્રાક્ષનું સેવન સ્ત્રીઓએ જરૂર કરવું જોઈએ કારણ કે તેમનામાં હાડકાની નબળાઇની સમસ્યા ઘણી જોવા મળે છે.
Leave a Reply