ઘણા લોકોને તડકા ના કારણે કાળા પગ થઇ ગયા હોય છે. અને દરેક લોકો એની ત્વચાને સુંદર બનાવી રાખવા માટે ઘણા પ્રકારના ઉપાય કરતા રહે છે. ઘણા લોકો ઉનાળામાં ઘરની બહાર જાય ત્યારે તડકાથી બચવા માટે સનસ્ક્રીન લોશન લગાવે છે. ઘણા લોકો એના હાથ અને મોં પર કપડું ઢાંકીને ઘરની બહાર નીકળે છે.
આપણે આપણા ચહેરાની જેટલી કાળજી રાખીએ છીએ એટલું ભાગ્યે જ આપણા હાથ અને પગની સંભાળ રાખીએ છીએ. પરંતુ આપણા પગની સૌથી વધુ સ્વચ્છતા અને સંભાળની જરૂર હોય છે. ચહેરાની જેમ ધૂળ, ગંદકી અને સૂર્યના કિરણોની અસરને કારણે આપણા પગ પણ કાળા અને ગંદા થઈ જાય છે.
આવી સ્થિતિમાં, તમારે તમારા પગની નિયમિત કાળજી લેવી જોઈએ અને કાળાશ દૂર કરવા માટે તેને સ્ક્રબ કરવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે મગફળી અને મધથી તૈયાર થયેલું સ્ક્રબ કેવી રીતે બનાવાય. જે તમારા પગની કાળાશ દૂર કરશે અને તમારા પગ પહેલા કરતા વધારે સુંદર થઇ જશે.
જરૂરી સામગ્રી :- પગની કાળાશ દુર કરવા માટે બનાવવામાં આવતું સ્ક્રબમાં જરૂરી સામગ્રી.. મગફળીનો પાવડર, મધ, ગુલાબ જલ વગેરે…
સ્ક્રબ બનાવવાની રીત :- સૌથી પહેલાં મગફળીને મિક્સરમાં પીસી લો અને પાવડર બનાવો. ત્યારબાદ એક બાઉલમાં મગફળીનો પાઉડર નાખો. મધ અને ગુલાબજળને એક સાથે મિક્સ કરો. આ ત્રણને બરાબર મિક્ષ કરીને પગ પર લગાવો. તેને 20 મિનિટ સુધી પગ પર મૂકો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો.
અઠવાડિયામાં બે વાર આવું કરવાથી પગનો રંગ તરત બદલાઈ જશે. મગફળીમાં વિટામિન-સી, ઇ અને મોટી માત્રામાં એન્ટીઓકિસડન્ટો હોય છે, જે ત્વચાને ક્લીન કરે છે અને જૂના ડાઘને દૂર કરે છે. મગફળી કરકરી હોય છે, તેથી તેને સ્ક્રબ તરીકે વાપરવાથી સ્ક્રીન પરની કાળાશ દૂર થાય છે.
બીજો ઉપાય :- સંતરાની છાલ તડકાના કારણે થયેલ કાળાશ દૂર કરવા માટેનો સરળ ઉપાય છે. કારણ કે તેમાં નેચરલ બ્લીચીંગ ગુણ હોય છે. જેના કારણે ત્વચાની રંગતમાં નિખાર આવે છે. તેનું પેક બનાવવા માટે સંતરાની છાલને તડકામાં સૂકવો.
ત્યારબાદ તેને મિકસરમાં પીસીને પાવડર બનાવી લો. હવે તેમાં ૪ થી ૫ ચમચી દૂધ નાખી એક ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે તેને પગ ઉપર લગાવી હળવા હાથે મસાજ કરો અને ૨૦ થી ૨૫ મિનીટ બાદ ગરમ પાણીથી ધોઈ લો.
Leave a Reply