જિંદગી અને મૃત્યુ વિશેની અનેક વાતો જાણવા વાંચો આ પુરાણ

પૃથ્વી પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ વિષય પર ગરુડ પુરાણમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. વ્યક્તિના મૃત્યુ પછી પણ અમુક પારંપરાઓ નિભાવવી જરૂરી છે, જેને તે પરિવારના લોકો નિભાવે છે. એમાંથી જ એક પરંપરા છે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ ઘરમાં ગરુડ પુરાણ ના પાઠ કરાવવા. તમને જણાવી દઈએ કે આ કાર્ય તમામ હિન્દુએ કરવું જોઈએ.

ગરુડ પુરાણ વિશે તો બધા જાણતાં જ હશે. ગરુડ પુરાણ હિંદુ ધર્મના 18 પુરાણોમાંનું એક પુરાણ છે. તે વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યનો ભાગ છે,એવું નથી કે ગરુડ પુરાણમાં માત્ર ડરાવવાની કે નર્કની જ વાત હોય છે. એવું પણ નથી કે જ્યારે કોઈનું અવસાન થાય ત્યારે જ ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. જોકે, જો તમે ગરુડ પુરાણ વાંચશો તો તમને જિંદગી અને મૃત્યુ વિશેની અનેક વાતો જાણવા મળશે.

ગરૂડ પુરાણનો પાઠ ક્યારે કરી શકાય? :- ગરૂડ પુરાણનો પાઠ જો ભાવથી કરવામાં આવે તો સર્વોત્તમ છે. આમતો ગરૂડ પુરાણ ગમે ત્યારે કરી શકાય પણ જો અમાસના દિવસે આ પાઠ કરીએ તો સર્વોત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.

હિંદૂ ધર્મમાં સ્વર્ગ અને નર્ક વિશે રોચક માહિતી આપવામાં આવી છે. હિંદૂ ધર્મમાં એ સ્પષ્ટ જણાવાયું છે કે સ્વર્ગનો મહિમા શા માટે છે. ત્યાં દેવોનું સ્થાન છે. ત્યાં જીવન અતિ આનંદ આપનારું દુર્લભ છે. જ્યારે નર્ક વિશે પણ ઠોસ માહિતી આપવામાં આવી છે. કર્મ ફળના આધારે વ્યક્તિને મૃત્યુ પછી ગતિ મળે છે. તેનો નર્કની પ્રાપ્તિ થાય છે.

ગરુડ પુરાણમાં તમે વિચાર્યા ન હોય તેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણ ગ્રંથમાં મૃત્યુ પછીની સજાઓ, પ્રેત લોક, યમ લોક, નરક તથા 84 લાખ યોનિઓના નરક સ્વરૂપી જીવન વિશે વિસ્તારથી જણાવાયું છે.

ગરુડ પુરાણ એ ગરુડ અને વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે. તેમાં મૃત્યુ, પુનર્જન્મ અને જીવન સાથે જોડાયેલા અનેક મહત્વના પાસા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં એવી અનેક વાતો છે જે આપણને સારુ જીવન જીવવામાં મદદરૂપ બની શકે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *