ટેક્નોલોજીના જમાનામાં ફક્ત મોબાઈલ માં થી તમે ઘરે બેઠા કોઈ પણ મંગાવી શકો છો. તેમજ દિવસેને દિવસે ટેકનોલોજી નો વધુ પડતો ઉપયોગ ના કારણે હવે ઘરે બેઠા તમે ઓનલાઇન ટેક્સી પણ મંગાવી શકો છો. ઓનલાઇન બોલાવેલ ટેક્સી તે પોતાના સમય અને કિલોમીટર આધારિત પૈસા ચાર્જ કરતી હોય છે. પરંતુ જો તમને ટેક્સી કરતા હેલિકોપ્ટર સસ્તું મળે તો તમે શું કરશો? આવું જ કંઈ ન્યૂયોર્કમાં એક મહિલા જોડે થયું જ્યારે તે પોતાના માટે કાર બુક કરવા જઇ રહી હતી ત્યારે તેને હેલિકોપ્ટર ખૂબ જ સસ્તું દેખાયું.
મીડિયા રિપોર્ટ અનુસાર આ મહિલા એરપોર્ટ ઉપર જવા માટે ટેક્સી બુક કરી રહી હતી તે સમયે અચાનક જ તેની નજર હેલિકોપ્ટર ની જાહેરાત ઉપર પડી હતી. ટેક્સી નો ભાવ 126 ડોલર હતો. જ્યારે હેલિકોપ્ટર નો ભાવ ફક્ત 100 ડૉલર જ હતો.
ત્યારબાદ આ મહિલાએ આ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ વિશે લોકો ખૂબ જ મજેદાર ટિપ્પણી કરી હતી.
સોશિયલ મીડિયા પર લોકોએ તેમને મેસેજ કરીને જણાવ્યું કે તમારે હેલિકોપ્ટર જ પસંદ કરવું જોઇએ ત્યારે અમદાવાદના એક યુવકે લખ્યું હતું કે શું આ નિકોલમાં આવી શકશે?જ્યારે બીજા લોકોએ યુવકને લખ્યું કે આ હેલિકોપ્ટર અમદાવાદમાં ટેક ઓફ કરી શકશે નહીં.
Leave a Reply