આધ્યાત્મ

આવી રીતે કરો હનુમાનજીની પૂજા,જીવનમાં સંકટમોચન બનીને બધા સંકટોનો કરે છે અંત

મંગળવારનો દિવસ હનુમાનજીનો જન્મ થયો હતો અને મંગળ ગ્રહ પર હનુમાનજી શાસન કરે છે. બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે રોજ હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઈએ પણ મંગળવારના દિવસે તેમની પૂજાની વિશેષ જોગવાઈ છે.મંગળ કામના અને ભાવનાથી હનુમાનજી સાથે જોડાવવાથી બધા પ્રકારના સંકટોથી મુક્તિ અપાવી દે છે.

હનુમાનજી તમને જીવનના દરેક સંકટમાંથી બહાર કાઢી શકે છે અને તમારા જીવનમાં સંકટમોચન બનીને બધા સંકટોનો અંત કરી શકે છે. મંગળવારે આ કામ કરનારો ક્યારેય કંગાળ થતો નથી.મંગળવારનો દિવસ શુભ પવનપુત્ર હનુમાન અને પ્રથમ પૂજનીય શ્રી ગણેશને સમર્પિત છે. મનુષ્યના જીવનમાં કોઈ પ્રકારનું દુખ, કષ્ટ કે બાધા ઉત્તપન્ન થાય, તો કોઈ વિશેષ દિવસે ઉપાય કરવાની તમારી તમામ તકલીકોમાંથી છુટકારો મેળવી શકાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે.જેને સાહસ, બળ, ઉર્જા, જમીન, મકાનનો કારક માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં મંગળનો દોષ હોય છે, તેઓ આ દિવસે પૂજા કરીને વિશેષ પૂજા અર્ચના કરીને તેનો દોષ દૂર કરી શકે છે. આ દિવસે હનુમાનજી અને ગણેશજી બંનેને પ્રસન્ન કરવા તમે એક ખાસ વિધિ કરી શકો છો.હનુમાન કવચને શોક નાશં પણ કહેવાય છે.

આ કવચમાં એટલી શક્તિ હોય છે કે તેને ધારણ કર્યા બાદ મનુષ્ય સકારાત્મક ઉર્જાથી ભરેલો અનુભવે છે. સાથે જ તેના પ્રભાવથી તમામ દુખ, કષ્ટ અને રોગમાંથી મુક્તિ મળે છે. મંગળવારના દિવસે બજરંગબલીની આરાધના કરીને તેના મૂળ મંત્ર “ॐ श्री हनुमंते नमः”નું 108 વાર જાપ કરીને તેના કવચને શુભ મુહૂર્ત પર ધારણ કરવું.હનુમાન યંત્ર અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

તેમાં પવનપુત્રનો વાસ હોય છે, અને વિધિપૂર્વક તેની પૂજા કરવાથી મનુષ્યને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ તમારા ઘર પરિવાર પર આવનારી તમામ આપત્તિઓને બજરંગબલી દૂર કરી શકે છે. આ યંત્રને તમારા ઘરના પૂજા સ્થળ પર સ્થાપિત કરીને દર મંગળવારે તેની પૂજા અવશ્ય કરો, ફાયદો થશે.બજરંગબલીને સિંદુર બહુ જ પ્રિય હોય છે, તેથી દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવતા તેઓ પ્રસન્ન થાય છે.

તમે મનોકામના પૂરી કરવા માંગો છો, તો બજરંગબલીના માથાનું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવી દો, તેનાથી તમારી ઈચ્છાપૂર્તિ જલ્દી થઈ જશે.પીપળાના 11 પાન પર હળદર કે ચંદનથી શ્રી રામનું નામ લખીને હનુમાન મંદિરમાં અર્પિત કરવાથી પણ ફાયદો મળશે. મંગળવારના દિવસે દાનનું મોટું મહત્ત્વ છે.

આ દિવસે મધ, સિંદુર, લાલ ફુલ, મસૂરની દાળ, લાલ મરચી, ઘઉં, કેસર, તાંબુ વગેરેનું દાન કરવાથી મનુષ્યને દરેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોમાંથી છુટકારો મળે છે અને તેઓ શાંતિનો અનુભવ કરે છે.મંગળવારે હનુમાનજી ઉપરાંત ગૌરી ગણેશની પૂજા કરવાનું પણ ફાયદાકારક હોય છે. આ દિવસે ગણેશજીને લાલ ફૂલ, લાલ વસ્ત્ર, લાલ ફળ કે લાલ રંગની કોઈ પણ ચીજનો ભોગ ધરાવવાથી તેઓ પ્રસન્ન થાય છે

તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.જો તમને તમારી જાતને કે તમારા પરિવારને કોઈ ખરાબ નજરથી બચાવવું છે તો, મંગળવારે સવારે દોરામાં ચાર મરચાં નીચે તથા ત્રણ મરચા ઉપર અને વચ્ચે લીંબુ પરોવીને તમારા ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવો. તેનાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ નહિ કરે. આ દિવસે હનુમાનજીને ગુલાબની માળા ચઢાવવાથી અને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી તમને આર્શીવાદ મળે છે અને તમામ બાધાઓ દૂર થાય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago