હળદર અને લીંબુનો આ ઉપાય તમારી સ્કીનને બનાવી દેશે એકદમ નરમ અને ચમકદાર..

આજની વ્યસ્તતા વાળી જીવનશૈલી ના કારણે લોકો ને પૂરતો સમય મળતો નથી, આજકાલ દરેક લોકો વ્યસ્ત થઇ ગયા છે કે તેમની પાસે પોતાના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવા માટે જરા પણ સમય નથી. પરિણામે તે લોકો અવનવી સમસ્યાઓ થી પીડાતા રહે છે. આ સમસ્યાઓ માંથી એકી સમસ્યા છે સ્કીન ને લગતી સમસ્યા.

દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે તેની સ્કીન મુલાયમ અને ચમકદાર બની રહે. મુખ્યત્વે મહિલાઓ પોતાના ચહેરાને લઈને ખૂબ જ સેન્સિટિવ હોય છે. તેઓ પોતાની ત્વચા ની સાર-સંભાળ લેવા માટે બજાર માં મળતા અનેક પ્રકારના સૌંદર્ય સંસાધનો નો પ્રયોગ કરે છે, પરંતુ  તેનાથી ખાસ  ફરક જોવા મળતો નથી.

ઊલટાનું આ સૌંદર્ય પ્રસાધનો ની આડ-અસર તમારી સ્કીન ને વધારે નુકશાન પહોંચાડે છે. તમારી સ્કીન ની ચમક ને ઓછી કરી નાખે છે અને આના કારણે તમારા વ્યક્તિત્વ પર નકારાત્મક અસર પડે છે. કોઈ પણ વ્યક્તિ ને એમની સ્કિન સુંદર જ પસંદ હોય છે.

આજકાલ દરેક લોકો ને બજાર ની ખાણીપીણી ખાવાનો ખુબ જ શોખ હોય છે. પરંતુ બજાર ની વસ્તુ નું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ વધારે અસર પડે છે. અને ઘણા લોકો એમના સ્વાસ્થ્ય પર પણ પૂરું ધ્યાન નથી આપી શકતા અને જેના કારણે ત્વચા ખરાબ થઇ જાય છે.

ઘણા લોકો એમની ત્વચા માટે માર્કેટ માંથી અલગ અલગ પ્રોડક્ટ લઇ આવી ને પ્રયોગ કરે છે, પરંતુ એમાં કોઈ મોટો ફરક જોવા મળતો નથી અને આડઅસર થઇ જાય છે. જેના કારણે તમારી ત્વચા વધારે ખરાબ થઇ જાય છે.

ઘરેલુ ઉપાય કરવાથી ચહેરા ની ચમક વધી જાય છે. આજે અમે તમને ચહેરા ની ચમક વધારવા માટે એક ઘરેલુ ઉપાય જણાવીશું. તો ચાલો જાણી લઈએ એ ઘરેલુ ઉપાય વિશે.. ઘરેલુ નુસખો બનાવવા માટે જરૂરી સામગ્રી : લીંબુ, હળદર

આ વસ્તુ બનાવવા ની રીત :- ઘરેલુ નુસખો તૈયાર કરવા માટે સૌથી પહેલા એક બાઉલ માં થોડી હળદર લઈ લેવી. એ પછી આ હળદર માં થોડો લીંબુ નો રસ મિક્સ કરવો અને ત્યાર પછી આ હળદર અને લીંબુ ના રસ ને બરાબર રીતે મિક્ષ કરી ને એક પેસ્ટ બનાવી લેવી.

હવે પેસ્ટ તૈયાર છે, આ જે પેસ્ટ તૈયાર કરવામાં આવી છે એ પેસ્ટ ને તમારી સ્કિન પર લગાવી દેવી અને એકદમ હળવા હાથે મસાજ કરતા રહેવું. પછી આ પેસ્ટ બે કલાક સુધી ચહેરા પર રહેવા દેવું અને પછી એકદમ તાજા પાણીથી ચહેરા ને ધોઈ લેવો. હવે આ પેસ્ટ ને ૧/૨ કલાક ના સમય માટે સ્કીન પર રહેવા દો.

ત્યાર બાદ પાણી વડે સ્કીન ને સાફ કરી લ્યો તમે સ્વયં તમારી સ્કીન પર થયેલા પરીવર્તન ને નિહાળી શકશો. લીંબુ માં પુષ્કળ પ્રમાણ માં સાયટ્રિક એસિડ સમાવિષ્ટ હોય છે જે સ્કીન માં રહેલા દૂષિત અને જેરી બેક્ટેરિયા નો નાશ કરે છે અને તેમણે દૂર ભાગાડે છે. આ ઘરેલુ ઉપાય કરવાથી તમારા ચહેરા ની ત્વચા એકદમ ચમકવા લાગશે.

લીંબુ માં ખુબ જ પ્રમાણ માં સાયટ્રિક એસિડ નો સમાવેશ થયેલો હોય છે જે સ્કીન માં રહેલા દૂષિત અને ઝેરીલા બેક્ટેરિયા નો નાશ કરે છે અને સ્કિન ને ચમકદાર બનાવે છે. લીંબુ અને હળદર નો આ ઘરેલું નુસખા નો પ્રયોગ કરવાથી તમારી ત્વચા ના છિદ્રો ખૂલી જશે.

આ ઉપાય કરવાથી સ્કીન ને યોગ્ય પ્રમાણ માં ઑક્સીજન પ્રાપ્ત થઇ શકે છે, જેના કારણે તમારી સ્કીન પર રહેલો મેલ અને ડાર્કનેસ દૂર થઈ જશે અને તમારી સ્કીન એકદમ મુલાયમ અને ચમકવા લાગશે. આ નુસ્ખાનો પ્રયોગ કરવાથી ચહેરા પર કે કોઈ પણ ત્વચા પર કોઈ પણ પ્રકાર ની આડઅસર નહિ થઇ શકે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *