જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી આંગળી વાળા વ્યક્તિમાં જ્ઞાનની લાલસા અને શિક્ષણની અભિલાષા હોય છે

વ્યક્તિના હાથની આંગળીઓ પરથી ઘણું બધું જાણી શકાય છે. હાથની આંગળી જાડી, અણીદાર, તેમાં ગાંઠ જોવા મળે તે તમામ પાસાં વ્યક્તિત્વ વિશે પણ જાણકારી આપે છે. હાથની આંગળીની આ રચના પરથી કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય સંબંધિત જાણકારી મેળવી શકાય છે.હાથમાં રહેલી વિવિધ રેખાઓને ચિહ્નો દ્વારા જેમ વ્યક્તિગત પરીક્ષણ થઈ શકે છે

તે જ પ્રમાણે, વ્યક્તિની આંગળીઓ દ્વારા પણ વ્યક્તિગત સ્વભાવ, રસ-રુચિ, વલણ વિશે જાણી શકાય છે. આપણે જાણીએ છીએ કે હાથની રેખાઓ ઉપરથી મનવીના લેખાજોખા માપી શકાય છે.હાથની રેખા જાતકોના સારા અને ખરાબ બંને દિવસોનાં સંકેત આપી શકતી હોય છે.

તે જ રીતે હાથમાં રહેલાં ગ્રહોના પહાડો ઉપરથી પણ માણસનાં આગામી જીવનમાં તેને કેટલી સફળતા અને કેટલાં કષ્ટ મળશે તે જાણી શકાય છે. હાથની આંગળીઓ થકી વ્યક્તિના ભવિષ્યની સારી ખરાબ સ્થીતીને પારખી શકાય છે. તો ચાલો આજે તેના વિશે જાણી લઇએ.મધ્યમા આંગળીની સમીપની તથા પ્રથમ આંગળીથી ત્રીજી આંગળીને અનામિકા કહેવામાં આવે છે.

તેને રવિની આંગળી પણ કહે છે. અનામિકા આંગળી લાંબી અને જાડી હોય તો તે સાહિત્યપ્રેમ તથા કલાકૌશલ્ય પ્રર્દિશત કરે છે.આ આંગળી ખૂબ લાંબી હોય તેવી વ્યક્તિ ધનોપાર્જન કરવામાં પાવરધી હોય છે. જો આ આંગળી તર્જની (પ્રથમ આંગળી)ના સમાન હોય અને તેનું પ્રથમ પર્વ લાંબું તથા ચપટું જણાતું હોય તેવી વ્યક્તિ પણ કલાક્ષેત્રમાં પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે.

જો અનામિકા આંગળીની ઊંચાઈ મધ્યમા આંગળીની બરાબર હોય અને તેનું બીજું પર્વ લાંબું અને ચપટું હોય તથા મંગળનો પર્વત ઉઠાવદાર હોય તો તેવી વ્યક્તિ વિશેષ તર્કશક્તિ ધરાવનાર તથા સટ્ટા, લોઢા વગેરેમાં વિશેષ રસ ધરાવનાર હોય છે. સાથે સાથે બુધનો પર્વત પણ ઉઠાવદાર હોય તો આ વ્યક્તિ સટ્ટાના વેપારમાં પાવરફુલ બની રહે છે.

જો અનામિકા આંગળી મધ્યમ કરતાં લાંબી હોય તો આ વ્યક્તિ સર્વ સંકટોમાંથી મુક્ત થઈ કલાક્ષેત્રમાં સફળતા મેળવે છે.અનામિકા આંગળી ચોરસ જણાતી હોય તો માણસ સ્વબુદ્ધિથી કલા શોધી કાઢે છે. દરેક પ્રકારના હુનર ઉદ્યોગમાં તે નિપુણ પુરવાર થાય છે. અર્ધવર્તુળાકાર અનામિકા ધરાવનાર વ્યક્તિ સટ્ટા-જુગારમાં જ વ્યસ્ત રહેવાની મનોવૃત્તિ ધરાવે છે.

અનામિકાનું પ્રથમ પર્વ લાંબું હોય તો તેવી વ્યક્તિ કલા-સૌંદર્યનો પારખુ બની રહે છે.કનિષ્ઠિકા અન્ય આંગળીઓના સમતલ કરતાં જરા નીચેના ભાગમાં આવેલી જણાતી હોય તેવી વ્યક્તિને જીવનમાં અવારનવાર વિવિધ અવરોધનો સામનો કરવો પડે છે.કનિષ્ઠિકા મધ્યમા (બીજી આંગળી)ના પ્રથમ ટેરવા સુધી લાંબી હોય તો તે વ્યક્તિમાં જ્ઞાનની લાલસા અને શિક્ષણની અભિલાષા હોય છે.

તેને કોઈપણ વિષયમાં પ્રવીણ થવાની તાલાવેલી જોવા મળે છે.કનિષ્ઠિકા મધ્યમાસમાન લાંબી હોય તેવી વ્યક્તિ વિપરીત સંજોગોમાં પણ પોતાના સામર્થ્યથી અપેક્ષિત કાર્યોને પૂરાં કરીને જ જપવાની મનોવૃત્તિ ધરાવનાર હોય છે. કનિષ્ઠિકાનો અગ્રભાગ ચપટો હોય તેવો જાતક યંત્રોની જાણકારી સાથે, શિલ્પકલાનો જ્ઞાતા પણ બની શકે છે.

તર્જની મધ્યમ: બીજી આંગળી જેટલી જ લાંબી હોય તો તેવી વ્યક્તિ ગરમ મિજાજ ધરાવનાર, હુકમ ચલાવનાર તથા સત્તાપ્રિય બની રહે છે. આ આંગળી જો અણીદાર હોય તો તે વ્યક્તિને, ચંચળ, અવિચારી તથા ઉતાવળા બનાવે છે.

તર્જની ત્રીજી આંગળી: ત્રીજી આંગળીથી નાની હોય તો તેવી વ્યક્તિ ચકોર અને ચતુર બની રહે છે. તર્જની અનામિકાથી મોટી હોય તો તે વ્યક્તિ જે તે ક્ષેત્રમાં પદાધિકારી બની રહે છે. સત્તા ભોગવી જાણે છે.

  • તર્જની અને અનામિકા મધ્યમા આંગળીના પહેલા વિભાગના અર્ધભાગ જેટલી લાંબી હોય તો વ્યક્તિગત જીવનમાં તે શુભ ફળદાયી બની રહે છે. તર્જની વાંકી હોય તો તે વ્યક્તિ સમાજમાં અલ્પપ્રતિષ્ઠિત હોય છે.
  • તર્જનીનું પ્રથમ પર્વ લાંબું હોય તો વ્યક્તિને ધર્મપ્રચારક બનાવે છે. બીજું પર્વ લાંબું હોય તો મહત્ત્વાકાંક્ષી તથા ત્રીજું પર્વ લાંબું હોય તો ર્ગિવષ્ઠ ને શાસનપ્રિય બનાવે છે. તર્જનીના બીજા પર્વ પર ચોકડીનું ચિહ્ન ધરાવનારને શ્રીમંત મિત્રો મળે છે.

બુધની આંગળી: હથેળીમાં રહેલી છેલ્લી આંગળીને બુધની આંગળી પણ કહેવામાં આવે છે. આ આંગળી દ્વારા, વ્યક્તિગત જીવનની ઘણીખરી મહત્ત્વની વાતો જાણી શકાય છે, જેમ કે,  કનિષ્ઠિકા જો સરળ, સીધી અને નિર્દોષ હોય તો તેવી વ્યક્તિ જીવનમાં સર્વ પ્રકારે સફળ પુરવાર થાય છે, યોગ્ય અવસરે લાભ મેળવવાની, આત્મસૂઝ-બૂઝ આ વ્યક્તિમાં ભારોભાર ભરેલી જોવા મળે છે.

તર્જની પ્રથમ આંગળી: પ્રથમ આંગળી (તર્જની આંગળી) વધુ પડતી લાંબી હોય તેવી વ્યક્તિનો સ્વભાવ કામલોલુપ (વાસનાપ્રિય) હોય છે. આ આંગળી નાની હોય તો તે વ્યક્તિને પરોપકારી અને ઉત્સાહી, અભિગમ ધરાવનાર બનાવે છે.


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *