પ્રેમનું પ્રતિક એવા ગુલાબની પાંખડી શરીર માટે પણ છે ખુબ જ લાભદાયક, ત્વચાની સાથે સાથે થાય છે અનેક બીમારીઓનો ઈલાજ..

ગુલાબ ની સુગંધ આપણને કેટલી લલચાવે છે એની સુંદરતા બધાને જ પસંદ હોય છે આને પ્રેમ નું પ્રતિક માનવામાં આવે છે. અને આ ઘણા રંગો માં આવે પણ છે ગુલાબ ની સુગંધ ખુબ જ આકર્ષક વાળી હોય છે આ માટે પ્રેમ ને સાબિત કરવા માટે જ કામ નથી આવતું, આના બીજા પણ ઘણા ઉપયોગ છે. આ શરીર માટે ખુબ જ લાભદાયક છે અને સાથે ભગવાન ને પણ આ ફૂલ ચઢાવવામાં આવે છે.

ગુલાબ નો ઉપયોગ શરીર માટે ખુબ જ જરૂરિયાત મંદ વસ્તુ છે આનો ઉપયોગ માત્ર ત્વચાને જ સુંદરતા બનાવવા માટે નહિ પરંતુ આ આપણા શરીર ની અમુક એવી બીમારીઓ નો ઈલાજ છે જેના વિશે આપણને જરાક પણ ખબર નથી કે આનો કોઈ ઈલાજ પણ છે અને આપણે વાત વાત માં જ પરેશાન થઇ જઈએ છીએ આવો જાણીએ શું કામ આવે છે આ આપણા માટે ?

કાન નો દુખાવો, કાન માં દુખાવો થવા પર ગુલાબ ના ફૂલ ના પાંદડા નો રસ નાખો એનાથી કાનના દુખાવામાં રાહત મળે છે. દુખાવાની સમસ્યા માં પણ ગુલાબ નું ફૂલ ફાયદામંદ છે. એના માટે ગુલાબ ના રસ માં થોડા એવા લીંબુ નો રસ ભેળવીને લગાવવાથી દુખાવો સારો થઇ જાય છે.

ગળામાં અગ્નિ, ગભરામણ થવી, છાતી માં બળતરા થવી આવી સમસ્યાઓ માં ગુલાબ જળ, સંતરા નો રસ અને પાણી ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. સાથે સાથે આ પાણી શરીર માં બીજા ઘણા રોગો ની સમસ્યા માં ઉપયોગી છે. આ પાણી શરીર માં કોઈ પણ જાત નું નુકશાન કરતુ નથી.

જો તમને પરસેવા ની દુર્ગંધ ની ખુબ વધારે પરેશાની રહે છે તો તમે આને પાણી માં નાખીને સ્નાન કરો આ તમને આ પરેશાની થી પણ મુક્તિ અપાવી દે છે. ગુલાબ નું પાણી પીવાથી શરીર માં નબળાઈ નથી આવતી સાથે સાથે શરીર તંદુરસ્ત રહે છે. અને શરીર માં કોઈ પણ સમસ્યા ઉભી થવા નથી દેતુ. ગુલાબ નો ઉપયોગ મોટા ભાગે બધા માંગલિક પ્રસંગો માં ઉપયોગ માં લેવામાં આવે છે કારણ કે બધા ભગવાન ને ગુલાબ ની સુંગધ ખુબ જ પસંદ હોય છે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *