ઘરની શોભા બનાવી રાખવા માટે ક્યારેય ન કરવી આવી ભૂલો..

દરેક લોકોને ઘર સાફ અને સ્વસ્થ જ પસંદ હોય છે. જેના માટે સાફ સફાઈ કરતા રહે તા હોય છે. લોકો એવું ઇચ્છતા હોય છે જે પણ મહેમાન એના ઘરે આવે, તો ઘરની સજાવટ ના વખાણ કરે, ઘરને બનાવવામાં અને એની ડિજાઈન કરવામાં કોઈ ભૂલ રહી ન જાય.

છતાં પણ પૂરી મહેનત થી ઘરને ડિજાઈન કરીને પણ અમુક ભૂલ સજાવટ માં થઇ જાય છે, જેના પર મહેમાનો નું ધ્યાન જાય છે. જો તમે પણ ઘરની સજાવટ માં ઘણીવાર ભૂલ કરો છો, તો એને સુધારીને તમે તમારા ઘર ને વધારે આકર્ષક બનાવી શકો છો.

અમે તમને અમુક એવી વસ્તુ જણાવી દઈએ, જેનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરની શોભા બગડી શકે છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ, અમુક બાબતો વિશે જેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

મેચિંગ રંગ :- આ વાત નું ધ્યાન રાખવું કે ઘરની દરેક દીવાલ પર મેચિંગ કલર કરાવવાનો ટ્રેન્ડ પહેલા કરવામાં આવતો હતો. અલગ અલગ હળવા રંગો ની સાથે પ્રયોગ કરવો, જો તમને ડાર્ક રંગો થી વધારે પ્રેમ હોય તો કોઈ એક દીવાલ પર કરાવવો. રંગો ને વધારે મોહક બનાવવા માટે ફર્નીચર અને પરદા નું ફેબ્રિક કલર્સ ની સાથે પણ ટ્રાય કરી શકાય છે.

કેટલોગ ની જેમ ઘર ન બનાવવું :- ઘણા લોકો ઘર ની સજાવટ માટે નવા ટ્રેન્ડ નું અનુસરણ કરે છે, તમારા અલગ દેખાવવા નો અંદાજ તમારા ઘરની સજાવટ ગાયબ કરી દેશે. તમારા ઘરને તમારા વ્યક્તિત્વ નો અરીસો બનાવો અને એની સજાવટ માં તમારા અલગ અને અનોખા આઈડિયા નો ઉપયોગ કરવો.

વધારે ફોટો લગાવવા :- ભલે તમારી પાસે અનેક યાદગાર તસ્વીર છે જે તમારા માટે ખાસ હોય તેમજ એને જોઇને તમને સારું પણ લાગતું હોય, એવી તસ્વીર ઘર આવતા મહેમાન પણ જુએ અને નીરખે,  એ દરેક લોકોનું મન કરે છે, પરંતુ જો તમે ઘર ના દરેક ખૂણામાં આ યાદગાર તસ્વીરો લગાવશો તો ઘર ની શોભા બગડી જશે. કોઈ એક જ યાદગાર ફોટોગ્રાફ્સ ને એક દીવાલ પર લગાવવો જોઈએ.

નકલી ફૂલો ને નજરઅંદાજ કરવો :- ઘરને સજાવવા માટે નકલી ફૂલો નો ઉપયોગ ન કરવો, કારણ કે ઘર ની સજાવટ હોલીડે હોમ્સ અને બીજા ઘરમાં જ સારું લાગે છે. જો તમે તમારા ઘર માં એનો ઉપયોગ કરશો તો તે કોઈ સસ્તી વસ્તુ નો અનુભવ કરાવશે. જો તમે ફૂલથી ઘર ને સજાવવા માંગતી હોય તો થોડા પૈસા ખર્ચ કરવા અને તાજા ફૂલો નો ઉપયોગ કરવો.AE


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *