દરેક ઘરમાં ઘણી વાર કીડીઓ નીકળતી જોવા મળે છે. ક્યારેક કાળી કીડીઓ હોય તો ક્યારેક લાલ કીડીઓ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક કીડી એક ખાસ સંકેત આપે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે જો ઘર માંથી કીડીઓ નીકળી રહી હોય તો આ પણ તમારા જીવનમાં થનારી કોઈ વાતને લઈને સંકેત છે.
ઘરમાં ફરતી કીડીઓ કીડી ઘણી મોટી ઘટનાઓ વિશે સંકેત આપે છે. એવુંકહેવામાં આવે છે કે કીડીઓ ઘરમાં ઉપર ની તરફ જઈ રહી હોય અથવા નીચેની તરફ જઈ રહી હોય તો એનાથી ઘણું જાણવા મળે છે અને એ સિવાય તમારા ઘરમાં આવેલી કીડીઓ ને કંઇક ખાવાનું મળી રહ્યું છે કે નહિ, એ પણ થનારી ઘટનાઓ પર કેન્દ્રિત થવું માનવામાં આવે છે.
એ ઉપરાંત કઈ કીડીઓ છે, લાલ કીડી કે કાળી કીડી એ પણ મહત્વપૂર્ણ હોય છે. પૌરાણિક માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે અચાનક જ ઘરમાં કીડીઓ દાણા ભેગા કરવા લાગે તો તેનો અર્થ એવો થાય છે કે, તમારી ઘરે આવનારા સમયમાં કંઈક ખરાબ થવાનું છે.
ઘરમાં ઓછી સંખ્યામાં કાળી કીડી જોવા મળે તો ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ માટે સકારાત્મક સંકેત મળે છે. પરંતુ ઘરમાં જ વધારે સંખ્યામાં કીડીઓ આવી જાય તો તેને ઘરની બહાર ગોળ રાખીને બહાર કાઢી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં કાળી કીડીઓ જોવા મળે તો સુખ અને આરામ વાળો સમય આવવાનો સંકેત આપે છે.
શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે કાળી કીડીઓ ને ખાવાનું ખવડાવવું શુભ થાય છે. એની સાથે જો ચોખા માંથી કીડી નીકળી રહી હોય તો આ શુભ સંકેત આપે છે. અને એવું માનવામાં આવે છે કે એવું થવાથી થોડા દિવસમાં જ ધન વૃદ્ધિ થાય છે. જો તમારા ઘરમાં કોઈ પણ જગ્યા પર લાલ કીડી જોવા મળે છે તો સમજી જવું કે મોટી મુસીબતો આવવાનો સંકેત છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભવિષ્યમાં પરેશાનીઓ, ઝગડા, ધન ખર્ચ થવાનો સંકેત લાલ કીડી આપે છે.જો લાલ કીડી તમારા ઘરમાં આવી રહી હોય તો આ અશુભ છે એની સાથે જો લાલ કીડીઓ મોં માં ઈંડું લઈને ઘરની બહાર જઈ રહી હોય તો સારો સંકેત છે.
દિશા અનુસાર :- કાળી કીડીઓ તમારા ઘરમાં ઉત્તર દિશા માંથી આવતી નજરે પડે છે તો તે શુભ સંકેત તરફ ઈશારો કરે છે. એવું કહેવામાં આવે છે કે જો દક્ષિણ દિશા માંથી કીડી આવતી જોવા મળે તો આ પણ ફાયદાકારક ગણાય છે, પરંતુ પૂર્વ દિશા માંથી કીડી આવતી જોવા મળે તો નકારાત્મક સંકેત માનવામાં આવે છે અને પશ્ચિમ દિશા માંથી કીડીઓ આવતી જોવા મળે તો બહાર યાત્રા ના યોગ બની શકે છે.
Leave a Reply