જો ઘરમાં આ વાસ્તુદોષ હોય તો તે બને છે વારંવાર ઝઘડા અને આર્થિક સમસ્યાનું કારણ… જાણો એનાથી મુક્તિ મેળવવા માટે ઉપાય..

ઘણી વાર વ્યક્તિના ઘરમાં વાસ્તુદોષ હોવાને કારણે તે વ્યક્તિના ઘરમાં હંમેશા વાદવિવાદ રહેતા હોય છે. ઘરના સભ્યો વચ્ચે યોગ્ય રીતે સંતુલન રહેતું નથી. ઘરમાં નકારાત્મક ઊર્જાનું વહન થતું હોય છે. તે ઉપરાંત ખર્ચમાં વધારો થતો હોય છે. આ માટે ઘણીવાર વાસ્તુદોષ જવાબદાર હોય છે.

વાસ્તુ દોષના કારણે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના નુકસાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હવા પાણી અને સૂર્ય અને અગ્નિ વચ્ચે યોગ્ય પ્રમાણમાં સંતુલન હોય તો વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે.

વાસ્તુ દોષ અનુસાર હવા પાણી અને અગ્નિનો સંતુલન રાખી અને અલગ-અલગ પ્રકારના યોગ બનાવવામાં આવતા હોય છે. દરેક વ્યક્તિએ વાસ્તુના ઉપાયોને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવતા હોય છે. આ વાસ્તુ ઉપાય કરવાથી વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થશે અને તેમના ખૂબ જ વધારે થશે અને તેમના ઘરના દરેક વસ્તુ દોષ દૂર થશે.

એવું માનવામાં આવે છે કે વાસ્તુ દોષના કારણે ઘણા વ્યક્તિના ઘરમાં વાદવિવાદ કરતાં હોય છે. અને તેમને પૈસાની ખૂબ જ નુકસાન થતું હોય છે. તમને એ વાતની જાણકારી આપી દઈએ કે આ વાસ્તુ અપનાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થવાની છે.

તે ઉપરાંત આ ઉપાયની મદદથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બનશે અને સકારાત્મક વાતાવરણ ની મદદથી ઘરના દરેક સભ્યો માં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે. તેમનું મન ઉત્સાહી રહેશે. તેમને ઉત્તમ કાર્ય તેમજ ઉત્તમ ધર્મના કાર્ય કરવા માટે ખૂબ જ ઉત્સાહી રહેશે અને આનંદ પ્રાપ્ત થશે. અમુક વાસ્તુના ઉપાય કરવાથી ઘરને બરકત પ્રાપ્ત થાય છે.

ચપ્પલ રાખવાની બાબતે ખાસ ધ્યાન આપવું :- એવું માનવામાં આવે છે કે તૂટેલા ચંપલ ઘરમાં રાખવા જોઇએ નહીં. જો તૂટેલા ચપ્પલ માં રાખવામાં આવે તો ઘરમાં થતાં ખર્ચમાં વધારો થાય છે.  ઘરમાં ધનનું આગમન થવા માં ઘણી બધી અડચણો ઉત્પન્ન થાય છે. ખાસ કરીને ઘરમાં લક્ષ્મીનું આગમન થાય ત્યારે તૂટેલા ચપ્પલ હોવા જોઈએ નહીં.

તેનાથી ઘરના મુખ્ય વ્યક્તિ ના ચંપલ તૂટેલા હોય તો તેનાથી ઘરમાં ગરીબી આવે છે. એ જ કારણે કોઈપણ વ્યક્તિએ તૂટેલા ચંપલ પહેરવા જોઈએ નહીં અને ઘરમાં ક્યારેય પણ તૂટેલા ચંપલ રાખવા જોઇએ નહીં. જો કોઈ પણ વ્યક્તિના ચંપલ તૂટી ગયા હોય તો તે તરત જ તેને ઘરમાંથી બહાર ફેંકી દેવા જોઈએ.

આના કારણે ઘરમાં પૈસા અચાનક ધનપ્રાપ્તિ માં પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે કોઈ પણ પ્રકારના ચપ્પલ, બુટ કે સેન્ડલ જો તૂટી ગયા હોય તો તેને તરત જ રિપેર કરી નાખવા તેને તરત જ ઘરની બહાર ફેંકી દેવા. આમ કરવાથી ધન પ્રાપ્તિમાં આવતી અડચણ દૂર થાય છે.

પગલૂછણીયા ની વિશિષ્ટ રીતે કાળજી રાખવી :- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર નું પ્રવેશદ્વારમાં હંમેશા પગલુછણીયુ રાખવામાં આવે છે. ફાટેલું પગલુછણીયુ રાખવાથી ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીનો વાસ થતો નથી. એવું જણાવવામાં આવે છે કે ઘરમાં આવતા અને જતાં લોકો તે પગલૂછણીયા ઉપર પગ મૂકે છે. એટલા માટે ઘરમાં ક્યારેય પણ ફાટેલું પગલુછણીયુ રાખવું જોઈએ નહીં. તેનાથી ઘરમાં ગરીબી નું આગમન થાય છે.

તૂટેલા વાસણ દૂર કરવા જોઈએ :- ઘરમાં ક્યારેય પણ તૂટેલા-ફૂટેલા વાસણો  રાખવા જોઈએ નહીં. તે ઘરમાંથી દૂર કરવાથી  તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થઈ શકે છે. એટલા માટે ઘરમાં કોઈ પણ વાસણ તૂટેલું હોય તો તેને તાત્કાલિક અસરથી દૂર કરવું જોઈએ. તેનાથી ઘરના સભ્યોમાં નકારાત્મકતા અસર દૂર થાય છે. એટલા માટે ઘરમાં ક્યારેય પણ તૂટેલા વાસણ રાખવાં જોઈએ નહિ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *